
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોની સંખ્યા મોટી છે. BSF એ કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન) 2023 ની જગ્યા માટે ખાલી જગ્યા બહાર પાડી છે. આ માટે રસ ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન)ની જગ્યાઓ માટે અરજી કરવા માટે BSF ભરતી પોર્ટલ rectt.bsf.gov.in પર જઈ શકે છે. ઉમેદવારો આ પદો માટે 27 માર્ચ સુધી અરજી કરી શકે છે.
આ પણ વાંચો : Career News : Graphic Designingમાં રસ ધરાવો છો તો આ 8 ડિઝાઇન ટૂલ્સ કામને બનાવશે સરળ
BSF એ જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ ભરતી અભિયાન હેઠળ કુલ 1284 પદો પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. તેમાંથી 1220 જગ્યાઓ માટે પુરુષ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે, જ્યારે 64 જગ્યાઓ માટે મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ પદો પર ભરતી માટે એલિજિબિલિટી ક્રાઈટીરિયા શું હોવા જોઈએ.
BSF Recruitment 2023 Official Notification
જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. જેમાં 47.20 રૂપિયાનો સર્વિસ ચાર્જ પણ સામેલ હશે. મહિલા ઉમેદવારો, SC, ST અને ભૂતપૂર્વ સૈનિકોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.