
Indian Navy Agniveer: ભારતીય નૌકાદળમાં જોડાવાનું અને સમુદ્રની લહેરો વચ્ચે પોતાના દેશનું રક્ષણ કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય નૌકાદળે અગ્નિવીર (SSR, MR, અને SSR મેડિકલ આસિસ્ટન્ટ) ભરતી 2026 માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયા અપરિણીત પુરુષ અને મહિલા ઉમેદવારોને ભારતીય નૌકાદળમાં જોડાવાની તક પૂરી પાડશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 14 માર્ચ, 2026 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળના સત્તાવાર ભરતી પોર્ટલ, joinindiannavy.gov.in ની મુલાકાત લઈને તેમનું અરજી ફોર્મ ભરી શકે છે.
નૌકાદળમાં ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ સમયમર્યાદા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹550 + 18% GST છે. ચુકવણી નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઈન કરી શકાય છે.
ભારતીય નૌકાદળે વિવિધ કેટેગરીઓ માટે કડક પાત્રતા માપદંડ નક્કી કર્યા છે:
આ માટે 12મું ધોરણ (10+2) પાસ હોવું જરૂરી છે. મુખ્ય વિષયો ગણિત અને ફિઝિક્સ હોવા જોઈએ, જેમાં કેમેસ્ટ્રી, બાયોલોઝી અથવા કમ્પ્યુટર વિજ્ઞાનમાંથી એક વિષય હોવો જોઈએ.
આ પદ માટે લઘુત્તમ લાયકાત 10મું ધોરણ પાસ (મેટ્રિક્યુલેશન) છે. રસોઇયા (Chef), સ્ટુઅર્ડ અને હાઇજિનિસ્ટ જેવા પદો માટે નિમણૂકો કરવામાં આવે છે.
આ એક ખાસ કેટેગરી છે જેના માટે તબીબી લાયકાત ધરાવતા 12મું ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
અગ્નિવીર ભરતી માટે સૌથી મહત્વપૂર્ણ માપદંડ વય અને વૈવાહિક સ્થિતિ છે. દરેક પદ માટે વય મર્યાદા અલગ અલગ છે.
વધુમાં આ ભરતી માટે ફક્ત અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ પાત્ર બનશે. તેઓએ તેમની સેવા દરમિયાન પણ અપરિણીત રહેવાની જરૂરિયાતનું પાલન કરવું આવશ્યક છે.
કરિયરની વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.