Breaking News : NEET-UGની આજે 22 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, NTA માટે પડકારજનક સ્થિતિ !

NEET-UG પુનઃપરીક્ષા આજે 21 જૂને યોજાવાની છે. અંદાજે 22 લાખ ઉમેદવારો ભાગ લેવાના છે. NTAએ પરીક્ષા કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ 40થી 50 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે.

Breaking News : NEET-UGની આજે 22 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, NTA માટે પડકારજનક સ્થિતિ !
NEET Re Exam 2026
Image Credit source: Getty Images
| Updated on: Jun 21, 2026 | 7:48 AM

NEET-UG પુનઃપરીક્ષા આજે 21 જૂને યોજાવાની છે. અંદાજે 22 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. પરીક્ષા પહેલા શનિવારે (20 જૂન) દેશભરમાં મોકડ્રીલ યોજાઈ હતી. પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને પરીક્ષા કેન્દ્રોની અલગ અલગ ટીમો પેપર લીક ન થાય અથવા રવિવારે (21 જૂન) છેતરપિંડીની કોઈ ઘટના ન બને તે માટે કામ કરી રહી હતી. પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

22 લાખ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે

અગાઉના પેપર લીક પછી આ વખતે કોઈપણ સમસ્યા વિના પરીક્ષાનું આયોજન કરવું NTA માટે એક પડકાર છે. નોંધનીય છે કે આજે દેશભરમાંથી અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓ NEET પરીક્ષા આપશે. ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પરીક્ષા માટે કુલ 5000થી વધુ પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. 2 લાખથી વધુ કર્મચારીઓ, 674 સિટિ કોઓર્ડિનેટર અને 6669 ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે. છેતરપિંડી અટકાવવા માટે આધાર કાર્ડ – આધારિત બાયોમેટ્રિક સિસ્ટમ્સ લાગુ કરવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા દ્વારા દેખરેખ

પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. જેમાં લાઇવ મોનિટરિંગ સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર સુધી પેપરોનું GPS ટ્રેકિંગનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસ એસ્કોર્ટ આપવામાં આવશે. આ ઉપરાંત પેપર લીક અટકાવવા માટે અન્ય ઘણા પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે મેટલ ડિટેક્ટર, CCTV સર્વેલન્સ અને વિદ્યાર્થીઓની ચોક્કસપણે પરીક્ષા કેન્દ્રો તપાસણી કરવામાં આવશે. જે થી છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે.

પરીક્ષાનું નિરીક્ષણ 1 લાખથી વધુ CCTV કેમેરા દ્વારા કરવામાં આવશે

NEET (UG) 2026 આજે દેશભરમાં 5440 પરીક્ષા કેન્દ્રો અને વિદેશમાં 14 કેન્દ્રો પર યોજાશે. આ પરીક્ષા 551 ભારતીય શહેરોમાં લેવામાં આવશે. આ પરીક્ષા અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવશે. 95000થી વધુ પરીક્ષા કેંદ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. બધા પરીક્ષા કેંદ્રમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ 138,560 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું રાષ્ટ્રીય, રાજ્ય અને મંત્રાલય સ્તરે નિરીક્ષણ કરવામાં આવશે. છેતરપિંડી અટકાવવા માટે આશરે 51,311 જૅમર તૈનાત કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેંદ્રમાં બે નિરીક્ષક હાજર રહેશે.

પરીક્ષા કેન્દ્ર પર કર્મચારીઓ તૈનાત

દરેક કેન્દ્ર પર 10થી વધુ વધારાના કર્મચારીઓ તૈનાત છે. 38,795 ફ્રિસ્કિંગ સ્ટાફ અને 48,448 બાયોમેટ્રિક વેરિફિકેશન કર્મીઓ મૂકવામાં આવ્યા છે. ફેસ ઓથેન્ટિકેશન પણ લાગુ કરવામાં આવ્યું છે. દરેક કેન્દ્ર પર સેન્ટર સિસ્ટમ્સ ઓફિસરની (CSO) નિમણૂક કરવામાં આવી છે. લગભગ 6,700 ઓબ્ઝર્વર અને 100થી વધુ વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર પણ તૈનાત છે.

અત્યંત કડક સુરક્ષા

એઆઈ-આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. સુરક્ષા માટે પોલીસ, અર્ધસૈનિક દળો, ભારતીય વાયુસેના અને ટપાલ વિભાગને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ 40થી 50 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. OMR શીટ સંગ્રહ માટે લગભગ 700 સંગ્રહ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 20 જૂને સમગ્ર દેશમાં મૉક ડ્રિલ યોજાઈ હતી જેથી તમામ વ્યવસ્થાની ચકાસણી થઈ શકે.

અન્ય સુવિધાઓ

ઉમેદવારો માટે પીવાનું પાણી, ORS અને એમ્બ્યુલન્સ સેવાઓ જેવી સુવિધાઓ તેમજ વાલીઓ માટે છાંયડાવાળા રાહ જોવાના વિસ્તારો પૂરા પાડવામાં આવશે. દરેક પરીક્ષા કેંદ્રમાં દિવાલમાં ઘડિયાળો મુકવામાં આવી છે. ઉમેદવારોને વધારાના રફ વર્ક પેજ પૂરા પાડવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી સમયને ધ્યાનમાં રાખીને પરીક્ષાનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. NTA સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટા પેપર લીક દાવાઓ પર નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો, 1 જુલાઈથી બદલાઈ શકે છે રેલવેના નિયમો! વગર ટિકિટે પ્રવાસ, લેડીઝ કોચમાં પ્રવેશ અને હંગામો કરવા પર લાગશે ભારે દંડ

 

Follow Us