સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : દીકરીઓને મળ્યો વધુ એક અધિકાર, હવે આપી શકશે NDA ની પરીક્ષા

|

Aug 18, 2021 | 3:32 PM

કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી એક રિટ પિટિશનમાં વચગાળાનો આદેશ પસાર કરીને સુપ્રીમ કોર્ટે મહિલા ઉમેદવારોને NDAની પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : દીકરીઓને મળ્યો વધુ એક અધિકાર, હવે આપી શકશે NDA ની પરીક્ષા
Supreme Court

Follow us on

મહિલા ઉમેદવારોને NDAની પરીક્ષામાં ઉપસ્થિત થવા દેવાની પરવાનગી માંગતી અરજી સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં પર સુનાવણી કરતા કોર્ટે બુધવારે સેનાને ઠપકો આપ્યો હતો.સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે તે એક નીતિગત નિર્ણય છે, જેના પર ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને હ્રીષિકેશ રોયની ડિવિઝન બેંચે કહ્યું કે આ નીતિનો નિર્ણય “લિંગ ભેદભાવ” પર આધારિત છે.

જે બાદ કોર્ટે પોતાનો વચગાળાનો આદેશ પસાર કરીને 5 સપ્ટેમ્બરે યોજાનારી નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)ની પરીક્ષામાં મહિલાઓને હાજર રહેવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે પ્રવેશ કોર્ટના અંતિમ આદેશને આધીન રહેશે.કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી એક રિટ પિટિશનમાં વચગાળાનો આદેશ પસાર કરીને સુપ્રીમ કોર્ટે(Supreme Court) મહિલા ઉમેદવારોને NDAની પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ આપ્યો છે.

'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન

 

અરજદારે તેને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું

અરજીમાં કહેવામાં આવ્યું છે કે 10+2 સ્તરનું શિક્ષણ ધરાવતા મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે નેશનલ ડિફેન્સ એકેડેમી (National Defence Academy) અને નેવલ એકેડેમીની(Naval Academy) પરીક્ષા દેવાની તકથી વંચિત રાખવામાં આવે છે.જ્યારે, 10+2 સ્તરનું શિક્ષણ ધરાવતા સમાન પુરૂષ ઉમેદવારોને પરીક્ષામાં ઉપસ્થિત રહેવાની અને લાયકાત મેળવ્યા બાદ ભારતીય સશસ્ત્ર દળોમાં (Indian Armed Forces ) કાયમી કમિશંડ અધિકારીઓ તરીકે નિમણૂકની તાલીમ મેળવવા માટે રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં જોડાવાની તક મળે છે.આ જાહેર રોજગારની બાબતોમાં તકની સમાનતાના મૂળભૂત અધિકાર અને જાતિના આધારે થતા ભેદભાવથી રક્ષણની સમાનતાના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

આ પણ વાંચોઃ Sunanda Pushkar Case: કોંગ્રેસના નેતા શશી થરૂરને મોટી રાહત, પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

આ પણ વાંચોઃ Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

 

Published On - 1:47 pm, Wed, 18 August 21

Next Article