BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ નોકરીની સૂચના બહાર પાડી છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) માં કામ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. BEL એ સિનિયર એન્જિનિયર અને ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદો માટે પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા તમામ ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 ડિસેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ bel-india.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualifications)
સિનિયર એન્જિનિયર E-III માટે, ઉમેદવાર પાસે ઈલેક્ટ્રોનિક્સ/કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં BE/B.Tech/ME/M.Tech ની પૂર્ણ સમયની ડિગ્રી હોવી જોઈએ.
ડેપ્યુટી મેનેજર E-VI ની પોસ્ટ માટે, વ્યક્તિ પાસે ઈલેક્ટ્રોનિક્સ/ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન/ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન/ટેલિકોમ/કોમ્યુનિકેશન/એરોસ્પેસ/એરોનોટિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech/ME/M.Tech માં પૂર્ણ સમયની ડિગ્રી હોવી જોઈએ. .
પસંદગી પ્રક્રિયા
લાયક ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. તેમાં સફળ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષાનું કેન્દ્ર બેંગલુરુ ખાતે હશે, ઇન્ટરવ્યુ માટે બાદમાં જાણ કરવામાં આવશે.
ખાલી જગ્યાની વિગતો
સીનિયર એન્જિનિયર E-III માટે 10 પોસ્ટ્સ
ડેપ્યુટી મેનેજર E-VI- માટે 2 પોસ્ટ્સ
આ ભરતી દ્વારા કુલ 12 ખાલી જગ્યાઓ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ભરતીની સૂચનામાં ઉલ્લેખિત સ્થળો/શહેરો માટે તેમની પોસ્ટિંગ બદલી પણ શકે છે.
વય મર્યાદા
સિનિયર એન્જિનિયર E-III માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ નક્કી કરવામાં આવી છે. ડેપ્યુટી મેનેજર E-VI માટે વય મર્યાદા 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. વય મર્યાદા સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે છે. ઉપલી વય મર્યાદા OBC ઉમેદવારો માટે 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષ અને PWD ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ રહેશે. (ઓછામાં ઓછી 40% વિકલાંગતા ધરાવતા, OBC/SC/ST ઉમેદવારોને લાગુ પડતી છૂટછાટ ઉપરાંત)
આ પણ વાંચો : AIIMS NORCET Admit Card 2021: AIIMS નર્સિંગ ઓફિસર ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
આ પણ વાંચો : UGC NET admit card: ત્રીજા અને ચોથા દિવસની પરીક્ષા માટે UGC NET એડમિટ કાર્ડ કર્યું જાહેર, આ લિંક દ્વારા કરો અપડેટ