BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં ટ્રેની અને પ્રોજેક્ટ એન્જિનિયરની જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, મળશે 45,000 સુધીનો પગાર

|

Aug 09, 2021 | 2:36 PM

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ટ્રેની એન્જિનિયરની 308 અને પ્રોજેક્ટ એન્જિનિયરની 203 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે.

BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં ટ્રેની અને પ્રોજેક્ટ એન્જિનિયરની જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, મળશે 45,000 સુધીનો પગાર
BEL Recruitment 2021

Follow us on

Bharat Electronics Limited Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ ટ્રેની એન્જિનિયરની 308 અને પ્રોજેક્ટ એન્જિનિયરની 203 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. અરજી ફોર્મ BELની સત્તાવાર વેબસાઇટ www.bel-india.in પર ઉપલબ્ધ છે. આ માટે અરજી કરવાની શરૂઆત 04 ઓગસ્ટ 2021થી થઈ ચૂકી છે. જ્યારે અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2021 રાખવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન તપાસી લેવું ત્યાર બાદ અરજી કરવી.

ખાલી જગ્યાની વિગતો

ટ્રેની એન્જિનિયર – 308 પદ
પ્રોજેક્ટ એન્જિનિયર – 203 પદ

પગાર ધોરણ – ટ્રેની એન્જિનિયર

પ્રથમ વર્ષ – 25,000 રૂપિયા
બીજું વર્ષ – 28,000 રૂપિયા
ત્રીજું વર્ષ – 31,000 રૂપિયા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

પગાર ધોરણ – પ્રોજેક્ટ એન્જિનિયર

પ્રથમ વર્ષ – 35,000 રૂપિયા
બીજું વર્ષ – 40,000 રૂપિયા
ત્રીજું વર્ષ – 45,000 રૂપિયા

ભરતી સંબંધિત વિગતો:

પ્રોજેક્ટ એન્જિનિયરને પ્રારંભિક 2 વર્ષ માટે રાખવામાં આવશે જે પ્રોજેક્ટની જરૂરિયાત અને વ્યક્તિગત કામગીરીના આધારે 2 વર્ષ (મહત્તમ 4 વર્ષ સુધી) સુધી લંબાવી શકાય છે.

ટ્રેની એન્જિનિયરને પ્રારંભિક 1 વર્ષ માટે રાખવામાં આવશે જે પ્રોજેક્ટની જરૂરિયાત અને વ્યક્તિગત કામગીરીના આધારે 2 વર્ષ (મહત્તમ 3 વર્ષ સુધી) માટે વધારવામાં આવી શકે છે. ઉમેદવારો પાસે BE અને BTechમાં મેળવેલા ગુણના આધારે ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

BE અને BTech. પરીક્ષામાં મેળવેલા એકંદર ગુણ માટે 75% ગુણ ફાળવવામાં આવશે અને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટિંગમાં 10% ગુણ અનુભવ માટે ફાળવવામાં આવશે.

 

આ પણ વાંચો: Delhi london ફ્લાઈટમાં આવેલા અચાનક ઉછાળા પર સિવિલ એવિએશન વિભાગે ખુલાસો કર્યો, કહ્યું કે કોઈ આધાર પુરાવા નથી

આ પણ વાંચો: Independence Day: પ્લાસ્ટિકથી બનેલા ધ્વજનો ઉપયોગ ન કરવા કેન્દ્રની રાજ્ય સરકારોને અપીલ

Published On - 2:30 pm, Mon, 9 August 21

Next Article