શું તમે સરકારી નોકરી(Sarkari Naukri) શોધી રહ્યા છો? તો તમારા માટે આ કામના સમાચાર છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ વાઇસ પ્રિન્સિપાલની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ ભરવા માટે (UPSC Recruitment 2022) નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે ઉમેદવારો લાયક છે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ UPSC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવા માટે upsc.gov.in પર જવું પડશે. આ ભરતી સંબંધિત તમામ માહિતી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17મી જૂન 2022 છે. અરજી ફોર્મ ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે.
આ ભરતી અંતર્ગત 161 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારોને અરજી કરતા પહેલા યોગ્યતા તપાસવાની સલાહ આપવામાં આવે છે. ભરતીમાં વાઇસ પ્રિન્સિપાલની 131 જગ્યાઓ છે. વાઈસ પ્રિન્સિપાલની 131 જગ્યાઓમાંથી 45 જગ્યાઓ પુરૂષો માટે છે જયારે 86 જગ્યાઓ મહિલાઓ માટે છે. આ ભરતી દિલ્હી સરકાર માટે કરવામાં આવી રહી છે. આ પોસ્ટ્સમાં 56 જગ્યાઓ બિનઅનામત છે. 21 પોસ્ટ SC માટે, 07 પોસ્ટ ST માટે, 36 પોસ્ટ OBC માટે અને 11 પોસ્ટ EWS માટે અને 5 પોસ્ટ દિવ્યાંગ માટે આરક્ષિત છે.
સરકારી નોકરી મેળવવા માટે આ ભરતી એક ઉજ્જવળ તક માનવામાં આવી રહી છે. ઉમેદવાર લાયકાતના આધારે અરજી કરી શકે છે.
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માસ્ટર ડિગ્રી અને બીએડની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત તેઓને પીજીટી શિક્ષક તરીકે બે વર્ષનો અનુભવ અથવા ટીજીટી શિક્ષક તરીકે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ નોટિફિકેશન જોવું જોઈએ. અરજી કરતા પહેલા કૃપા કરીને પ્રકાશિત નોટિફિકેશન વાંચો.
અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.25 ફી ભરવાની રહેશે. ફી ઓનલાઈન અથવા ડેબિટ – ક્રેડિટ કાર્ડ કે SBI બેંક શાખામાં ચલણ જમા કરીને ચૂકવી શકાય છે. SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની નથી.
ડ્રગ ઇન્સ્પેક્ટર: 3 , આસિસ્ટન્ટ કીપર: 1 , રસાયણશાસ્ત્ર : 1 પોસ્ટ , મિનરલ ઓફિસર: 20 પોસ્ટ્સ , આસિસ્ટન્ટ શિપિંગ માસ્ટર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર 2 પોસ્ટ્સ , સિનિયર લેક્ચરર 2 પોસ્ટ ,વાઇસ પ્રિન્સિપાલ 131 પોસ્ટ્સ, સિનિયર લેક્ચરર 1 પોસ્ટ
Published On - 8:20 am, Thu, 2 June 22