અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે 17 માર્ચથી કરી શકાશે અરજી, આ ડિગ્રી વિના નહીં કરી શકો અપ્લાય

|

Mar 06, 2023 | 8:08 AM

IAF Agniveervayu Recruitment 2023 : અરજીની પ્રક્રિયા 17 માર્ચ 2023થી શરૂ થશે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in દ્વારા નક્કી કરેલી છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે છે.

અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે 17 માર્ચથી કરી શકાશે અરજી, આ ડિગ્રી વિના નહીં કરી શકો અપ્લાય

Follow us on

IAF Agniveer vayu Recruitment 2023 : ભારતીય વાયુસેના (IAF) માં અગ્નિવીર વાયુ ભરતી 2023 (Sarkari Naukri 2023) માટેની અરજી પ્રક્રિયા 17 માર્ચથી શરૂ થઈ રહી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in દ્વારા 31 માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે. ભારતીય વાયુસેના આ ભરતી અગ્નિપથ યોજના હેઠળ કરી રહી છે.

આ પણ વાંચો : Career News: વાદળો સાથે વાત કરવાની તક, IAF અગ્નિવીર વાયુનું નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

ઉમેદવારોએ અરજી કરતા પહેલા જાહેર કરેલી સૂચના વાંચવી આવશ્યક છે. નિયમો મુજબ કરવામાં આવેલી અરજીઓ જ માન્ય ગણાશે. અરજી કરવાની લિંક ઓફિશિયલ વેબસાઇટ પર 17 માર્ચ 2023ના રોજ એક્ટિવ થશે. આ ભરતી માટે માત્ર અપરિણીત ભારતીય પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ અરજી કરી શકે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કોણ અરજી કરી શકે છે?

અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે 12મું પાસ હોવું જોઈએ. ઉમેદવાર આ વિષયોમાં 50% ગુણ સાથે પાસ થયેલો હોવો જોઈએ. અંગ્રેજીમાં પણ 50% ગુણ હોવા જોઈએ. તે જ સમયે માન્યતા પ્રાપ્ત પોલિટેકનિક સંસ્થામાંથી એન્જિનિયરિંગ (મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ / ઓટોમોબાઇલ / કમ્પ્યુટર સાયન્સ / ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેક્નોલોજી / ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) માં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. વધુ શૈક્ષણિક લાયકાત સંબંધિત માહિતી માટે ઉમેદવારો અગ્નિવીર વાયુ ભરતી 2023ની સૂચના જોઈ શકે છે.

આ ઉંમર હોવી જોઈએ

અરજી કરનારા ઉમેદવારની જન્મ તારીખ 26 ડિસેમ્બર 2002 અને 26 જૂન 2006 ની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી ચાર તબક્કામાં થશે

અરજદારોની પસંદગી ચાર તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ લેખિત પરીક્ષા, PFT, તબીબી પરીક્ષા અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન. પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે. પરીક્ષા 20 મે 2023 ના રોજ પ્રસ્તાવિત છે.

IAF Agniveer vayu Recruitment 2023 How to Apply

  1. સૌ પ્રથમ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાઓ.
  2. હોમ પેજ પર આપેલી રજીસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરો. (લિંક એક્ટિવ થયા પછી)
  3. રજીસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરો.
  4. બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  5. હવે સબમિટ કરો.
Next Article