Indian Army Agniveer Registration Form: ભારતીય સેનામાં અગ્નિવીર ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતીનું નોટિફિકેશન જાહેર કરી હતી. તે પછી સેના ભરતી રેલી 2022નું શેડ્યુલ (Army Rally 2022 Date) આવ્યું. હવે આ માટેનું ઓનલાઈન અરજી ફોર્મ પણ સોનાની ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. જો તમારે ભારતીય સેનામાં જોબ જોઈએ છે તો અગ્નિપથ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવો પડશે. કારણ કે સેનાએ તમામ જૂની વેકેન્સી રદ કરી દીધી છે. સેનાએ જણાવ્યું છે કે ઉમેદવારો તેમની લાયકાત મુજબ અગ્નિવીર આર્મી રેલી 2022 માટે એપ્લાય (Army Agniveer Apply) કરી શકે છે. રજિસ્ટ્રેશન/એપ્લિકેશન પ્રોસેસ આ સમાચારમાં જણાવવામાં આવી રહી છે. આ સાથે નોટિફિકેશન અને ફોર્મની ડાયરેક્ટ લિંક પણ આપવામાં આવી છે.
ભારતીય સેનાએ તેની વેબસાઈટ joinindianarmy.nic.in પર સૂચના આપી છે કે સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાના લાગુ હોવાને કારણે હવે તમામ જૂની વેકેન્સી રદ કરવામાં આવી રહી છે. સેનામાં ભરતી માટે કોઈ કોમન એન્ટ્રેસ એકઝામ (આર્મી CEE) પણ નહીં હોય. લાયક ઉમેદવારો હવે સેનામાં ભરતી માટે અગ્નિપથ સ્કીમ દ્વારા એપ્લાય કરી શકે છે.
સેનામાં અગ્નિપથ યોજના હેઠળ જે પદો પર ભરતી કરવામાં આવશે, તે છે
આર્મી અગ્નિવીર વય મર્યાદા– આર્મીમાં અગ્નિવીર બનવાની વય મર્યાદા બધા પદો માટે એક સમાન છે. ઓછામાં ઓછા 17.6 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ સુધીના યુવાનો સેના ભરતીમાં ભાગ લઈ શકે છે.
અગ્નિવીર આર્મી ભરતી 2022નું ફોર્મ ભરવા માટે તમારે પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમે આર્મી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. પરંતુ જો કોઈ ઉમેદવાર પહેલાથી જ Join Indian Army વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે તો ફરીથી રજિસ્ટ્રેશન કરાવાની જરૂર નથી. તમે તમારા યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગ ઈન કરીને સીધું જ અગ્નિવીર ફોર્મ ભરી શકો છો. રજિસ્ટ્રેશન પ્રોસેસને આગળ સમજો અને ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને રજિસ્ટર કરો.
ડાયરેક્ટ લિંક પરથી અગ્નિપથ આર્મી નોટિફિકેશન 2022 જોવા અને એપ્લિકેશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો –
Agnipath Army Recruitment Notification PDF Download