Agnipath Scheme: અગ્નિપથ સૈના ભરતીના તમામ કેસની એકસાથે થશે સુનાવણી, દિલ્હી હાઈકોર્ટે આપી 25 ઓગસ્ટની તારીખ

|

Jul 20, 2022 | 4:14 PM

અગ્નિપથ યોજના હેઠળ દાખલ કરાયેલી તમામ અરજીઓની એકસાથે સુનાવણી કરવામાં આવશે. આ માટે દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) 25 ઓગસ્ટની તારીખ આપી છે. 19 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે તમામ પીઆઈએલને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો.

Agnipath Scheme: અગ્નિપથ સૈના ભરતીના તમામ કેસની એકસાથે થશે સુનાવણી, દિલ્હી હાઈકોર્ટે આપી 25 ઓગસ્ટની તારીખ
delhi-high-court

Follow us on

દિલ્હી હાઈકોર્ટે બુધવારે અગ્નિપથ યોજનાને પડકારતી તમામ અરજીઓને એકસાથે જોડી દીધી હતી. કોર્ટે કહ્યું કે તેમની પાસે ટ્રાન્સફર પિટિશન હજુ સુધી આવી નથી. જેથી કેસની સુનાવણીમાં થોડો સમય લાગશે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) હવે અગ્નિપથ ભરતીના કેસની 25 ઓગસ્ટે સુનાવણી કરશે. જ્યાં સુધી દિલ્હી હાઈકોર્ટમાં અગ્નિપથ યોજના (Agnipath Scheme) પર સુનાવણી નહીં થાય ત્યાં સુધી દેશમાં ક્યાંય પણ તેનાથી સંબંધિત કોઈપણ કોર્ટમાં કોઈ નિર્ણય આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ અંગે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારની સેનામાં નવી ભરતી યોજના અગ્નિપથને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. આ દરમિયાન અગ્નિપથ યોજનાને લગતી તમામ બાબતોને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અગ્નિપથ યોજના હેઠળ દાખલ કરાયેલી તમામ અરજીઓની એકસાથે સુનાવણી કરવામાં આવશે. આ માટે દિલ્હી હાઈકોર્ટે 25 ઓગસ્ટની તારીખ આપી છે. 19 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે તમામ પીઆઈએલને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે અગ્નિપથ સાથે સંબંધિત અન્ય રાજ્યોની હાઈકોર્ટમાં તમામ મામલાઓ આવ્યા છે તેને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે અથવા જ્યાં સુધી દિલ્હી હાઈકોર્ટ પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી તે અરજીઓ પરના નિર્ણય પર રોકવામાં આવે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે તેની સાથે પેન્ડિંગ ત્રણ અરજીઓને સુનાવણી માટે દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર પણ કરી દીધી.

આ પણ વાંચો

શું છે અગ્નિપથ યોજના?

કેન્દ્ર સરકારે સશસ્ત્ર દળોમાં ભરતી માટે નવી યોજના અગ્નિપથની જાહેરાત 14 જૂન 2022ના રોજ કરી હતી. આ યોજના હેઠળ સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીના ઉમેદવારોને 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં કેન્દ્ર સરકારે કોરોનાના કારણે અટકેલી ભરતીઓને ધ્યાનમાં રાખીને યુવાનોની માંગ પર મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી દીધી હતી.

સિલેક્ટ થયેલા સૈનિકોમાંથી 25 ટકાને આગામી 15 વર્ષ સુધી સેનામાં નોકરી મળશે. જ્યારે બાકીના તમામને સેવામુક્ત કરવામાં આવશે. પરંતુ કેન્દ્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં 25% વધારીને 50% કરવામાં આવી શકે છે.

આ નવી સૈના ભરતી યોજના સામે ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. જુની વેકેન્સી રદ કરવા સહિતના નિયમોથી નારાજ યુવાનો અને વકીલો તરફથી અગ્નિપથ યોજનાને પડકારતી અરજીઓ દેશભરમાં દાખલ કરવામાં આવી છે.

Next Article