દિલ્હીની 80% સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષક કે આચાર્ય નથી: NCPCRના અહેવાલમાં દાવો

|

Apr 13, 2022 | 1:55 PM

દેશની રાજધાની દિલ્હીની સરકારી શાળાઓને લઈને સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થાએ મોટો ખુલાસો કર્યો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ દિલ્હી સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે, દિલ્હીની 80% થી વધુ સરકારી શાળાઓમાં આચાર્ય અથવા મુખ્ય શિક્ષક નથી.

દિલ્હીની 80% સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષક કે આચાર્ય નથી: NCPCRના અહેવાલમાં દાવો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Delhi Govt Schools: દેશની રાજધાની દિલ્હીની સરકારી શાળાઓને લઈને સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થાએ મોટો ખુલાસો કર્યો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ દિલ્હી સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે, દિલ્હીની 80% થી વધુ સરકારી શાળાઓમાં (Delhi Government Schools) આચાર્ય અથવા મુખ્ય શિક્ષક નથી. NCPCR મુજબ, દિલ્હીની કુલ 1,027 સરકારી શાળાઓમાંથી, માત્ર 203 શાળાઓમાં આચાર્ય અથવા મુખ્ય શિક્ષકો (Head Master) હતા. જોકે, દિલ્હી સરકારે કહ્યું હતું કે, તેની શાળાઓમાં શિક્ષકોની ભરતી સેવા વિભાગ દ્વારા કરવામાં આવે છે, જે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલના સીધા હેઠળ આવે છે.

સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થા (NCPCR)એ જણાવ્યું છે કે, અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોની આગેવાની હેઠળની એક ટીમે દિલ્હીની ઘણી શાળાઓની મુલાકાત લીધી હતી અને માળખાકીય સુવિધાઓ અને અન્ય પાસાઓના સંદર્ભમાં ક્ષતિઓ જોવા મળી હતી. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે દિલ્હી સરકારને લખેલા તેના પત્રમાં મુખ્ય સચિવને એક સપ્તાહનો સમય આપીને CPCR એક્ટ હેઠળ 19 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

દિલ્હીની 824 શાળાઓમાં આચાર્ય નથી

NCPCR (National Commission for Protection of Child Rights) મુજબ દિલ્હીની કુલ 1,027 સરકારી શાળાઓમાંથી માત્ર 203 શાળાઓમાં આચાર્ય અથવા મુખ્ય શિક્ષકો હતા, જેમાંથી 3 કાર્યકારી મુખ્ય શિક્ષકો હતા, 9માં મુખ્ય શિક્ષક હતા અને 191 આચાર્યો હતા. NCPCR પ્રમુખ પ્રિયંક કાનુન્ગોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

પત્ર લખીને જવાબ માંગ્યો

NCPCRએ કહ્યું કે, દિલ્હી સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે તેની વાસ્તવિક સ્થિતિ અને શાળાઓમાં મુખ્ય શિક્ષક અથવા આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. પંચે સ્પષ્ટ કહ્યું છે કે, આ તમામ પ્રશ્નોની માહિતી દિલ્હી સરકારને આપવામાં આવે. પત્રમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જે શાળાઓમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની સંખ્યા 100 થી વધુ છે, ત્યાં શાળામાં સંપૂર્ણ સમયના આચાર્ય હોવા જોઈએ. ઉપરાંત, મુખ્ય સચિવને અન્ય એક પત્રમાં, NCPCRએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીએ સર્વોદય કન્યા વિદ્યાલય, સબઝી મંડી, તિમારપુર, દિલ્હીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે શાળાના બિલ્ડીંગમાં સ્વચ્છતાને લગતી ઘણી સમસ્યાઓ જોઈ.

આ પણ વાંચો: Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા

આ પણ વાંચો: હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 1:44 pm, Wed, 13 April 22

Next Article