
ફરી એકવાર પ્રાઇમરી માર્કેટમાં હલચલ તેજ બની છે. જોરદાર લિસ્ટિંગના વાતાવરણમાં કંપનીઓ પબ્લિક ઈશ્યુ પણ લોન્ચ કરી રહી છે. યથાર્થ હોસ્પિટલ ઈન્ડિયાનો આઈપીઓ(Yatharth Hospital India IPO) આજે 26 જુલાઈ 2023 ના રોજ ખુલવા જઈ રહ્યો છે. Draft Red Herring Prospectus (DRHP) ફાઇલિંગ અનુસાર IPO આજે 26 જુલાઈથી 28 જુલાઈ સુધી રોકાણકારો માટે ખુલશે. ઑગસ્ટના પ્રથમ પખવાડિયામાં આ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.
| Subject | Detail |
| IPO Date | Jul 26, 2023 to Jul 28, 2023 |
| Face Value | ₹10 per share |
| Price | ₹285 to ₹300 per share |
| Lot Size | 50 Shares |
| Fresh Issue | [.] shares (aggregating up to ₹490.00 Cr) |
| Offer for Sale | 6,551,690 shares of ₹10 (aggregating up to ₹[.] Cr) |
| Issue Type | Book Built Issue IPO |
| Listing At | BSE, NSE |
| Share holding pre issue | 69,516,900 |
યથાર્થ હોસ્પિટલ અને ટ્રોમા કેર સર્વિસીસ, એક મલ્ટી-કેર હોસ્પિટલ ચેઇન કંપની, વર્ષ 2008 માં શરૂ કરવામાં આવી હતી. કંપની દિલ્હી-NCRની ટોપ-10 ખાનગી હોસ્પિટલોમાં સામેલ છે. તેની પાસે દિલ્હી-એનસીઆરમાં 3 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે નોઈડા, ગ્રેટર નોઈડા અને નોઈડા એક્સ્ટેંશનમાં છે. નોઈડા એક્સટેન્શન હોસ્પિટલોમાં 450 બેડ છે. કંપનીએ મધ્યપ્રદેશના ઓરછામાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ હસ્તગત કરી છે જેમાં 305 બેડ છે.
યથાર્થ હોસ્પિટલ ઈન્ડિયા સાથે લગભગ 370 ડોક્ટરોની મોટી ટીમ છે. કંપની હેલ્થકેર સેવાઓમાં તમામ પ્રકારની વિશેષતા અને સુપર સ્પેશિયાલિટી સેવાઓ પ્રદાન કરે છે. કંપની IPOમાંથી ઉભી થયેલી રકમનો ઉપયોગ દેવાની ચુકવણી સહિતના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
IPOમાં રૂ. 10ની ફેસ વેલ્યુથી પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવશે. શેરની ફાળવણી 2 ઓગસ્ટના રોજ થશે. આ સ્ટોક 7 ઓગસ્ટ, 2023 ના રોજ BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે. જો બિડમાં કોઈ શેર ફાળવણી ન હોય, તો રિફંડ 3જી ઓગસ્ટના રોજ કરી શકાય છે. નાના-મધ્યમ રોકાણકારો એટલે કે છૂટક રોકાણકારો માટે IPOમાં 35 ટકા હિસ્સો અનામત રહેશે.
| Subject | Date |
| IPO Date | 26 to 28 July 2023 |
| Basis of Allotment | Wednesday, 2 August 2023 |
| Initiation of Refunds | Thursday, 3 August 2023 |
| Credit of Shares to Demat | Friday, 4 August 2023 |
| Listing Date | Monday, 7 August 2023 |
| Cut-off time for UPI mandate confirmation | 5 PM on Jul 28, 2023 |