અર્થતંત્ર માટે ચિંતાના સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયામાં સુધારાનો નહિવત અવકાશ, વધુ ઘટી શકે છે ભારતીય ચલણ : રિપોર્ટ

|

Jul 22, 2022 | 7:25 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ગૃહમાં કહ્યું હતું કે ડિસેમ્બર 2014થી રૂપિયામાં 25 ટકાનો ઘટાડો થયો છે. આ માટે તેણે પ્રથમ બે મહત્વપૂર્ણ પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. પ્રથમ ક્રૂડ ઓઈલની કિંમત અને બીજી યુક્રેન પર રશિયાનો હુમલો છે. 

અર્થતંત્ર માટે ચિંતાના સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયામાં સુધારાનો નહિવત અવકાશ,  વધુ ઘટી શકે છે ભારતીય ચલણ : રિપોર્ટ
Forex Reserves Decrease

Follow us on

અમેરિકી ડૉલર સામે રૂપિયો(Dollar Vs Rupee) 80 રૂપિયા પ્રતિ ડૉલરની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે અને ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં સુધારો થવાની અપેક્ષા નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે મધ્યમ ગાળામાં રૂપિયો વધુ નીચે જઈ શકે છે. સ્વિસ બ્રોકરેજ યુબીએસ સિક્યોરિટીઝે ગુરુવારે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં યુએસ ડોલર સામે રૂપિયો 7.5 ટકા તૂટ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ સુધી તે 80 પ્રતિ ડોલરના સ્તર પર રહેશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ ખાતાની ખાધ (CAD) પરના દબાણને જોતા રૂપિયા માટે કોઈ રાહત નહીં મળે અને મધ્યમ ગાળામાં તેમાં વધુ ઘટાડો થઈ શકે છે. આનું કારણ વધતી જતી વેપાર ખાધ અને વિદેશી ભંડોળ દ્વારા જંગી વેચાણને કારણે થશે.વિદેશી રોકાણકારોએ ચાલુ વર્ષની શરૂઆતથી ભારતમાંથી 29 બિલિયન ડોલર અથવા તેમના રોકાણના 4.4 ટકા ઉપાડી લીધા છે.

વર્ષ 2014 થી રૂપિયો 25% ઘસાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ગૃહમાં કહ્યું હતું કે ડિસેમ્બર 2014થી રૂપિયામાં 25 ટકાનો ઘટાડો થયો છે. આ માટે તેણે પ્રથમ બે મહત્વપૂર્ણ પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. પ્રથમ ક્રૂડ ઓઈલની કિંમત અને બીજી યુક્રેન પર રશિયાનો હુમલો છે.  યુક્રેન પર હુમલા બાદ જ કાચા તેલની કિંમતો વધવા લાગી હતી અને તે પ્રતિ બેરલ 140 ડોલરના સ્તરે પહોંચી ગઈ હતી. ભારત તેની જરૂરિયાતના 85 ટકા તેલની આયાત કરે છે. આવી સ્થિતિમાં ભારત માટે ક્રૂડની કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

આરબીઆઈના ડેટા અનુસાર ડોલર સામે રૂપિયાની સ્થિતિ આ મુજબ રહી છે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
  • 31 ડિસેમ્બર 2014ના રોજ ડોલર સામે ભારતીય રૂપિયાનો વિનિમય દર 63.33 રૂપિયા હતો.
  • 31 ડિસેમ્બર 2015ના રોજ ડોલર દીઠ વિનિમય દર  રૂ. 66.33 નોંધાયું હતું.
  • ડિસેમ્બર 2016માં 1 ડોલરનું મૂલ્ય  67.95 રૂપિયા  હતું
  • 29 ડિસેમ્બર 2017ના રોજ રૂ. 63.93, 31 હતું.
  • ડિસેમ્બર 2018ના રોજ રૂ. 69.79 ના ભાવે ટ્રેડ થયો હતો
  • 31 ડિસેમ્બર 2019ના રોજ રૂ. 71.27  હતો.
  • ડિસેમ્બર 2019ના રોજ રૂ. 71.27 ના ભાવે ટ્રેડ થયો હતો.
  • ડિસેમ્બર 2021 માં 73.20રૂપિયા અને  આજે તે 80ને પાર કરી ગયો છે.

સામાન્ય માણસ પર શું અસર થશે?

રૂપિયો નબળો પડવાને કારણે માત્ર ગેરફાયદા જ નથી પરંતુ કેટલાક ફાયદા પણ છે. ભારતમાંથી વિદેશમાં જતા સામાન માટે પણ સારા પૈસા મળે છે. દેશમાંથી માલ કે સેવાઓની નિકાસ કરતા લોકો માટે નબળો રૂપિયો ફાયદાકારક છે. પાર્ટસ, ચા, કોફી, ચોખા, મસાલા, દરિયાઈ ઉત્પાદનો, માંસ જેવી પ્રોડક્ટ્સ ભારતમાંથી નિકાસ થાય છે અને આ બધાના નિકાસકારોને રૂપિયાના નબળા પડવાના કારણે ફાયદો થશે.

Published On - 7:22 am, Fri, 22 July 22

Next Article