આ ગુજરાતી બિઝનેસમેન હવે તેમની કંપનીમાંથી લેશે નિવૃતી, આ વ્યક્તિને આપી 1.76 લાખ કરોડની કંપનીની જવાબદારી

|

Jun 07, 2019 | 4:21 AM

દિગ્ગજ IT કંપનીઓમાં સામેલ વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ નિવૃતી માટેની જાહેરાત કરી દીધી છે. અઝીમ પ્રેમજી વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પદેથી 30 જુલાઈ 2019ના રોજ નિવૃત થશે. અઝીમ પ્રેમજી નિવૃત થયા પછી તેમના પુત્ર રિશદ પ્રેમજી 5 વર્ષ માટે આ પદને સંભાળશે. તેથી હવે અઝીમ પ્રેમજી તેમના પુત્રને કંપનીની જવાબદારી સોંપશે. રિશદ પ્રેમજી […]

આ ગુજરાતી બિઝનેસમેન હવે તેમની કંપનીમાંથી લેશે નિવૃતી, આ વ્યક્તિને આપી 1.76 લાખ કરોડની કંપનીની જવાબદારી

Follow us on

દિગ્ગજ IT કંપનીઓમાં સામેલ વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ નિવૃતી માટેની જાહેરાત કરી દીધી છે. અઝીમ પ્રેમજી વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના પદેથી 30 જુલાઈ 2019ના રોજ નિવૃત થશે. અઝીમ પ્રેમજી નિવૃત થયા પછી તેમના પુત્ર રિશદ પ્રેમજી 5 વર્ષ માટે આ પદને સંભાળશે.

તેથી હવે અઝીમ પ્રેમજી તેમના પુત્રને કંપનીની જવાબદારી સોંપશે. રિશદ પ્રેમજી 31 જુલાઈથી કાર્યભાર સંભાળશે. રિશદ પ્રેમજી વર્ષ 2007થી વિપ્રોથી જોડાયેલા છે. વિપ્રોમાં રિશદ પ્રેમજી રોકાણકાર સંબંધીત અને કોર્પોરેટ સંબંધીત જોડાયેલા કામ કરતા હતા. વિપ્રોમાં કામ શરૂ કર્યા પહેલા તે વેબ કંપની લંડનમાં કામ કરતા હતા. તેમને જીઈ કેપિટલ સાથે પણ કામ કર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

રિશદ પ્રેમજી વિપ્રો તરફથી ચલાવવામાં આવતા સામાજિક અને શિક્ષણથી જોડાયેલા કામમાં પણ જોવા મળ્યા છે. અઝીમ પ્રેમજીના પુત્ર રિશદ પ્રેમજીએ હાવર્ડ બિઝનેસ સ્કુલમાંથી MBA અને અમેરિકાની વેસ્લેયન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. તેની સાથે જ લંડનની સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી સ્પેશયલ કોર્સ કર્યો છે.

વર્ષ 2014માં વલ્ડૅ ઈકોનોમિક ફોર્મે રિશદ પ્રેમજીને યંગ ગ્લોબલ લીડર તરીકે સન્માનિત કર્યા હતા. રિશદ પ્રેમજી IT કંપનીઓના સંગઠન નેસ્કોમ (NASSCOM)ના ચેરમેન પણ રહ્યાં છે. હવે તેઓ 1.76 લાખ કરોડ રૂપિયાની માર્કેટકેપ ધરાવતી વિપ્રો કંપનીને સંભાળશે. વિપ્રો દેશની ત્રીજી સૌથી મોટી IT કંપની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિપ્રોના દુનિયાભરમાં 1 લાખ 30 હજાર કર્મચારી છે અને વિપ્રોની 54 દેશોમાં શાખાઓ છે. તેનું મુખ્યમથક બેંગલુરૂમાં આવેલુ છે. ત્યારે વિપ્રોના ફાઉન્ડરની વાત કરીએ તો તે દુનિયાના મોટા દાનવીરોમાં સામેલ છે. આ વર્ષે પણ અઝીમ પ્રેમજીએ વિપ્રો લિમીડેટના 34 ટકા શેર દાન કર્યા છે. આ શેરનું બજાર મુલ્ય 52,750 કરોડ રૂપિયા છે. અઝીમ પ્રેમજીએ વિપ્રો કંપનીને લગભગ 53 વર્ષ સુધી સંભાળી.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી વિરૂધ્ધ ઓડિયો ક્લિપ લીક થતાં ભાજપે 2 નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બાહર કાઢયા

તેઓ નિવૃત થયા પછી પણ નોન- એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન તરીકે કંપની સાથે જોડાયેલા રહેશે. ફોર્બ્સના લીસ્ટમાં અઝીમ પ્રેમજી વિશ્વમાં 38માં નંબરે છે. અઝીમ પ્રેમજીના પરિવારમાં તેમની પત્ની યાસ્મિન અને 2 બાળકો રિશદ અને તારિક છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article