Stock Market માં અકલ્પનિય તેજી યથાવત રહેશે કે આવશે ચોંકાવનારો ઘટાડો? જાણો શું છે નિષ્ણાંતનો અભિપ્રાય અને રોકાણકારો માટે સલાહ

|

Oct 17, 2021 | 9:28 AM

શેરબજારના નિષ્ણાંત રજત શર્માએ કહ્યું છે કે શેરબજારમાં મોટો ઘટાડો થઈ શકે છે અને તેની પાછળ ઘણા કારણો છે જેને અવગણવા જોઈએ નહીં. રજત શર્માએ કહ્યું કે નિફ્ટીએ 13000-14000નું સ્તર પાર કર્યું ત્યારથી તેઓ બજારને લઈને ચિંતિત છે.

Stock Market માં અકલ્પનિય તેજી યથાવત રહેશે કે આવશે ચોંકાવનારો ઘટાડો? જાણો શું છે નિષ્ણાંતનો અભિપ્રાય અને રોકાણકારો માટે સલાહ
Stock Market at All Time High Level

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજાર(Stock Market)માં જબરદસ્ત તેજી છવાયેલી છે.આ દરમિયાન ઘણા લોકો શેરબજારની નબળાઈ, વધતી વેલ્યુએશન અને દેશની આર્થિક સ્થિતિથી વિપરીત કંપનીઓના માર્કેટ વેલ્યુએશનમાં વધારોને લઈને ચિંતા ઉભી થઇ રહી છે. કેટલાક નિષ્ણાંત આ સ્થિતિમાં બજારમાં ૧૦ થી ૧૫ ટકા કરેક્શનનો અંદાજ લગાવી રહ્યા છે તો તેજી અટકવાના કોઈ અણસાર ન હોવાના પણ અભિપ્રાય મળી રહ્યા છે. આ સ્થિતિમાં રોકાણકારોએ શું કરવું જોઈએ?

સના સિક્યોરિટીઝના સીઈઓ રજત શર્માએ કહ્યું છે કે શેરબજારમાં મોટો ઘટાડો થઈ શકે છે અને તેની પાછળ ઘણા કારણો છે જેને અવગણવા જોઈએ નહીં. રજત શર્માએ કહ્યું કે નિફ્ટીએ 13000-14000નું સ્તર પાર કર્યું ત્યારથી તેઓ બજારને લઈને ચિંતિત છે.

શેરબજાર મોંઘુ થયું છે
જો તમે શેરોના મૂલ્યાંકન પર નજર નાખો તો આજે પણ બજાર ખૂબ મોંઘા સ્તર પર પહોંચી ગયું છે. રજત શર્માએ કહ્યું કે જો તમે એપ્રિલથી અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અથવા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના આંકડાઓ પર નજર નાખો તો FII એ અત્યાર સુધીમાં રૂપિયા 65,000 કરોડના શેર વેચ્યા છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 51,000 કરોડના શેર ખરીદ્યા છે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રિટેઇલ ઇન્વેસ્ટર્સ ભરપાઈ કરી રહ્યા છે
લગભગ 14000 કરોડ રૂપિયાનું અંતર છે જે છૂટક રોકાણકારો દ્વારા ભરવામાં આવી રહ્યું છે. બજારમાં છૂટક રોકાણકારોનો આ મોટો હિસ્સો જોતાં બજાર નીચે જવાનો ભય સતાવી રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં માર્કેટમાં 26 IPO લિસ્ટ થયા છે જેમાંથી માત્ર છ જ લિસ્ટિંગ પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. 20 IPO લિસ્ટિંગ કિંમતથી ખૂબ ઊંચા સ્તરે છે. ઘણા IPO રોકાણકારોને 100 થી 120 ટકા સુધીનું વળતર આપે છે.

લીકવીડિટી ઘટ્યા પછી શું થશે?
રજત શર્માએ કહ્યું કે હાલમાં શેરબજારમાં પુષ્કળ લીકવીડિટી છે. રિઝર્વ બેંક નોટો છાપી રહી છે પરંતુ કંપનીઓની કમાણીમાં સુધારો થયો નથી. જો કંપનીઓની કમાણીમાં થોડો સુધારો થાય તો પણ તે ગયા વર્ષના નબળા બેઝને કારણે છે. રજત શર્માએ કહ્યું કે એક વખત બજારમાંથી લીકવીડિટી ઓછી થઈ જાય તો કેટલી કંપનીઓ નાદાર થઈ જશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

મજબૂત કંપનીઓમાં રોકાણ કરો
શર્માએ કહ્યું કે, જો કોઈ રોકાણકાર ઈન્ફોસિસ અને ટાટા મોટર્સ જેવી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે અથવા જો કોઈ રોકાણકાર ITC જેવી કંપનીઓમાં શેર ખરીદે છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી.

આ પણ વાંચો : Rakesh Jhunjhunwala એ TATA Group ના આ Stock માં વધાર્યું રોકાણ, જાણો કંપનીએ 1 વર્ષમાં કેટલું આપ્યું છે રિટર્ન?

 

આ પણ વાંચો : વિમાન ઉડાવવાનો શોખ પૂરો કરવા માટે RATAN TATA એ કર્યું હતું આ કામ! તો JRD એ શરૂ કરી હતી ડાક સેવા

Published On - 9:27 am, Sun, 17 October 21

Next Article