શું હવે HDFC બેંકના શેરનું ભાગ્ય બદલાશે? આ મોટા રોકાણકારોએ રૂ. 755 કરોડનું કર્યું ઇન્વેસ્ટમેન્ટ

|

Oct 04, 2024 | 12:53 PM

દેશની સૌથી મોટી ખાનગી બેંક 'HDFC બેંક'ના શેરમાં શુક્રવારે જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે. મોટા રોકાણકારોએ બેંકના લગભગ 755 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. આવી સ્થિતિમાં શેરના ભાવ ઉચકાયા છે.

શું હવે HDFC બેંકના શેરનું ભાગ્ય બદલાશે? આ મોટા રોકાણકારોએ રૂ. 755 કરોડનું કર્યું ઇન્વેસ્ટમેન્ટ
HDFC

Follow us on

ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે (HDFC Bank) તેની મૂળ કંપની એચડીએફસી લિમિટેડનું મર્જર કર્યું ત્યારથી, તેના શેરની મુવમેન્ટ નરમ રહી છે. જો આપણે 2024ની શરૂઆતથી અત્યાર સુધી જોઈએ તો HDFC બેન્કના શેર સતત ઘટાડાનો જોવા મળ્યો છે. પરંતુ ગુરુવારે, વિશ્વના બે મોટા રોકાણકારોએ ઓપન માર્કેટમાંથી HDFC બેંકમાં લગભગ 755 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે એચડીએફસીના શેરમાં હવે શું વલણ છે?

એચડીએફસી બેન્કમાં મોર્ગન સ્ટેનલી અને સિટીગ્રુપના 755 કરોડ રૂપિયાથી વધુંનું રોકાણ કર્યું છે, જોકે બંને કંપનીઓેએ ઓપની માર્કેટમાં ડિલ કરી છે. એટલે કે બંને કંપનીઓએ HDFC Bank ના શેરને સ્ટોક માર્કેટમાંથી ખરીદ્યો છે, નહીં કે કંપનીમાં નિવેશ કર્યું છે.

HDFC બેંકના કેટલા શેરનું ટ્રેડિંગ થયું હતું?

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ઉપલબ્ધ ડેટા અનુસાર, અમેરિકન ફાઇનાન્સિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલી અને સિટી ગ્રૂપે તેમની અલગ સંસ્થાઓ દ્વારા HDFC બેન્કના 43.75 લાખ શેર ખરીદ્યા છે. આ ડીલ 1,726.29 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવી છે. આ બલ્ક ડીલની કુલ કિંમત 755.29 કરોડ રૂપિયા થાય છે.

Video : ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, શિંદે સરકાર માટે કહી આ વાત
આ 5 રૂપિયાના પાન Uric Acid મુળથી કરશે નાબુદ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
બપોરે શા માટે ન સૂવું જોઈએ
અળસી ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 04-10-2024
5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ

આ બંને કંપનીઓને આ શેર એટલા માટે મળ્યા કારણ કે BNP પરિબાસના એક યુનિટ, BNP પરિબાસ ફાઇનાન્શિયલ માર્કેટે શેર દીઠ રૂ. 1,726.2ના ભાવે અલગ-અલગ બલ્ક ડીલમાં સમાન સંખ્યામાં શેર વેચ્યા છે. BNP પરિબા એ રોકાણ બેંકિંગ અને નાણાકીય સેવાઓ કંપની છે.

BNP પરિબાએ એચડીએફસીના શેર વેચી દીધા છે

BNP પરિબાસે પણ ગયા અઠવાડિયે HDFC બેંકમાં તેનો હિસ્સો ઘટાડ્યો હતો.. ત્યારબાદ કંપનીએ એચડીએફસી બેંકના રૂ. 543.27 કરોડના શેર્સ ઓફલોડ કર્યા હતા.

એચડીએફસી બેંકના શેરની સ્થિતિ

એચડીએફસી બેન્કમાં મોર્ગન સ્ટેન્લી અને સિટી ગ્રૂપે રોકાણ કર્યું હોવાથી શુક્રવારે તેના શેરમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. માર્કેટમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ હોવા છતાં, HDFC બેંકના શેર ગ્રીન ઝોનમાં છે આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે કંપનીના શેર +21.15 (1.80%) વધારા સાથે 1,683.00 પર ટ્રેડ થઇ રહ્યા છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Article