શું દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ફરી ઠપ્પ થશે? જાણો કેમ 1000 ઉદ્યોગો બંધ થવાની સર્જાઈ ચિંતા

|

Aug 25, 2021 | 10:20 PM

એશિયાની સૌથી મોટી અંકલેશ્વર GIDC માં જ્યાં સેંકડો નાના મોટા ઉધોગો કાર્યરત છે. ત્યારે આ ઉધોગોનું વેસ્ટ સમયાંતરે એક યા તો જોખમીરીતે છોડી દેવાતું હોવાની બૂમો ઉઠે  છે. સિસ્ટમ મુજબ એફ્લુઅન્ટ  NCT એટલે કે નર્મદા ક્લીન ટેક મારફતે ટ્રીટમેન્ટ આપી સમુદ્રમાં વહન કરી દેવામાં આવે છે.

સમાચાર સાંભળો
શું દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ફરી ઠપ્પ થશે? જાણો કેમ 1000 ઉદ્યોગો બંધ થવાની સર્જાઈ ચિંતા
Ankleshwar Industrial Estate

Follow us on

અંકલેશ્વર અને પનોલીના ઉધોગોના દૂષિત પાણીનો નિકાલ કરતી અંકલેશ્વરની નર્મદા ક્લિન ટેક લિમિટેડને ગુજરાત પ્રદુષણ નિવારણ સમિતિ GPCB દ્વારા 30 દિવસની સમયમર્યાદામાં સુધારો કરવા નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારાતા ઉધોગ આલમમાં ઘેરા પ્રત્યાઘાટ પડ્યા છે. જોકે સરકારની જ કંપનીને સરકારે જ આપેલી નોટીસથી ચર્ચાઓ શરૂ થઇ છે.  આ કાર્યવાહી તાજેતરમાં ઓવરફ્લો થઇ એફ્લુઅન્ટ નજીકની ખાડીમાં વહ્યું હોવાના મામલાને લઈ કરાઈ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે

એશિયાની સૌથી મોટી અંકલેશ્વર GIDC માં જ્યાં સેંકડો નાના મોટા ઉધોગો કાર્યરત છે. આ ઉધોગોનું વેસ્ટ જોખમીરીતે છોડી દેવાતું હોવાની બૂમો ઉઠે  છે. સિસ્ટમ મુજબ એફ્લુઅન્ટ  NCT એટલે કે નર્મદા ક્લીન ટેક મારફતે ટ્રીટમેન્ટ આપી સમુદ્રમાં વહન કરી દેવામાં આવે છે.

તાજેતરમાં ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ વોટર  એનસીટીની સંગ્રહીત ટેન્કમાંથી ઓવરફ્લો થઇ આમલાખાડીમાં નિકાલ થતું હોવાની એક પર્યાવરણપ્રેમીએ વિડીયો વાઇરલ કરી ફરિયાદ કરી હતી . મામલે આસપાસના જાગૃત ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને અંતે ગુજરાત પ્રદુષણ નિવારણ બોર્ડ GPCB ને સ્થળ તપાસની ફરજ પડી હતી.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

અંકલેશ્વર જીપીસીબીએ સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા અને ત્વરિત ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કર્યો હતો. જે બાદ નર્મદા ક્લીન ટેક કંપનીને GPCB એ નોટિસ ઓફ ડાયરેકક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે.

જો કે આ ક્લોઝર નોટીસ 30 દિવસ પછી અસરકારક રહેશે અને જો નર્મદા ક્લીન ટેક NCTનું દિન 30માં રીવૉકેશન ન થાય તો આવનાર દિવસોમાં અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગને માસ ક્લોઝરની સંભાવનાને પણ નકારી શકાય નહીં ત્યારે હાલ તો જીપીસીબીની એનસીટીને ફટકરાયેલ નોટીસથી ઉધોગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

NCT ના CEO પ્રફુલ પંચાલે આ અંગે કહ્યું હતું કે પાઈપલાઈનમાં સજોદ નજીક ભંગાણ સર્જાતા ઉદ્યોગોને ડિસ્ચાર્જ બન્ધ કરવા સૂચના અપાઈ હતી. જોકે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી NCT માં આવવાનું ચાલુ જ રહેતા ગાર્ડ પૉન્ડ ભરાઇ જવા સાથે આ પાણી ઓવરફ્લો થઈ આમલખાડીમાં વહયું હતું. GPCB ની મળેલી ડાયરેક્શન નોટિસ અંગે એક્શન પ્લાન બનાવી 30 દિવસમાં પ્લાન્ટમાં સુધારો કરાશે.

અંકલેશ્વર GPCB ના રિજનલ ઓફિસર આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, ગાંધીનગર વડી કચેરીથી નોટિસ અપાઈ છે. હવે 30 દિવસમાં NCT ક્યાં સુધારા કરે છે તેના પર નજર રહેલી છે.

 

આ પણ વાંચો  :   NSE એ સ્ટોક બ્રોકરો દ્વારા DIGITAL GOLD ના થતા વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો , જાણો શું કરાયો આદેશ

 

આ પણ વાંચો :  સારવાર ઉપલબ્ધ હોવા છતાં ઈલાજ ના અભાવે એક બાળક મોતના મુખ તરફ ધકેલાઈ રહ્યું છે, જાણો શું છે મામલો અને આમ કરવા પાછળ પરિવારની કઈ છે લાચારી

Next Article