શું ચાર્ટ બની ગયા પછી પણ ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રિફંડ મળશે? જાણો રેલવે ટિકિટ કેન્સલેશન સંબંધિત નિયમ

|

Mar 24, 2022 | 9:10 AM

પહેલા ચાર્ટ બનાવ્યા પછી તમે રિફંડનો દાવો કરી શકતા ન હતા પરંતુ હવે નિયમો બદલાયા છે. જો કોઈ વ્યક્તિએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તે ટિકિટ ડિપોઝિટની રસીદ એટલે કે TDR ઓનલાઈન સબમિટ કરીને રિફંડ મેળવી શકે છે.

શું ચાર્ટ બની ગયા પછી પણ ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રિફંડ મળશે? જાણો રેલવે ટિકિટ કેન્સલેશન સંબંધિત નિયમ
Indian Railway

Follow us on

રેલ્વે (Railway )આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. કેટલીકવાર લોકોને કન્ફર્મ ટિકિટ પણ મળતી નથી. કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવા માટે લોકો મહિનાઓ અગાઉથી રિઝર્વેશન કરાવે છે. જો કે ઘણી વખત પેસેન્જરના મહત્વના પ્રસંગે ટ્રીપ કેન્સલ કરવી પડે તો આવી સ્થિતિમાં પેસેન્જરને બહુ નુકસાન થતું નથી. રેલવે ચાર્ટ બની ગયા પછી પણ તમે ટિકિટ કેન્સલ કરી શકો છો અને તમને ટિકિટનું રિફંડ પણ મળશે. પહેલા ચાર્ટ બનાવ્યા પછી તમે રિફંડનો દાવો કરી શકતા ન હતા પરંતુ હવે નિયમો બદલાયા છે. જો કોઈ વ્યક્તિએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તે ટિકિટ ડિપોઝિટની રસીદ એટલે કે TDR ઓનલાઈન સબમિટ કરીને રિફંડ મેળવી શકે છે. તો ચાલો જાણીએ ઓનલાઈન ટિકિટ બુકિંગ અને રેલવે ચાર્ટ બની ગયા પછી ટિકિટ કેન્સલેશન પર TDR કેવી રીતે સબમિટ કરવો

ઓનલાઈન TDR સબમિશન પ્રક્રિયા

  • જો ચાર્ટ બની ગયા પછી તમે ટિકિટ કેન્સલ કરી હોય તો આવી સ્થિતિમાં રિફંડ મેળવવા માટે તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctc.co.in પર જવું પડશે.
  • અહીં તમારું લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
  • હવે My Account ઓપ્શન પર ક્લિક કરો.
  • My Transaction વિકલ્પ પસંદ કરો.
  • My Transaction ઓપ્શનમાં તમને TDR ફાઈલ કરવાનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • આ વિકલ્પ પસંદ કર્યા પછી તમને કેન્સલેશન ટિકિટની માહિતી દેખાશે. આ વિકલ્પ પસંદ કરો.
  • આ પછી તમે રિઝર્વેશન કરતી વખતે તમામ માહિતી જોશો.
  • આ પછી તમારે ટ્રેન નંબર અને કેપ્ચા ભરવાનો રહેશે.
  • આ પછી OTP તે નંબર પર આવશે જે રિઝર્વેશન કરતી વખતે ભરવામાં આવે છે જે તમારે દાખલ કરવાનું રહેશે.
  • આ પછી છેલ્લે તમને રિફંડની રકમ મળી જશે
  • TDR ફાઇલ પછી તમારા મોબાઇલ પર એક Confirmation મેસેજ આવશે.
  • હવે તમને થોડા દિવસોમાં રિફંડ મળી જશે.

 

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો : સરકારી તિજોરીમાં 3.31 લાખ કરોડ રૂપિયા ઉમેરાયા, પેટ્રોલિયમ ઉત્પાદનોમાંથી ટેક્સ વસૂલાતમાં 24 ટકાનો થયો વધારો

આ પણ વાંચો : Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર

Next Article