શું ગૌતમ અદાણી બની શકે છે, વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ? જેફ બેઝોસને ટક્કર આપવાની તૈયારી

|

Sep 14, 2022 | 4:44 PM

બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે, તેઓ ચોથા નંબરે સરકી ગયા છે. જ્યારે જેફ બેઝોસ ત્રીજા સ્થાનેથી બીજા અને ગૌતમ અદાણી ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.

શું ગૌતમ અદાણી બની શકે છે, વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ? જેફ બેઝોસને ટક્કર આપવાની તૈયારી
Gautam Adani

Follow us on

ગૌતમ અદાણીની સંપત્તિ ઝડપથી વધી રહી છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે. લાંબા સમયથી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિની યાદીમાં રહેલા ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ(Bernard Arnault) તેમની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડાને કારણે ચોથા નંબરે સરકી ગયા છે. જ્યારે જેફ બેઝોસ ત્રીજા સ્થાનેથી બીજા અને ગૌતમ અદાણી(Gautam Adani) ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર મંગળવારે જ અમેરિકાના ફુગાવાના ડેટાને કારણે સમૃદ્ધ અબજોપતિઓની નેટવર્થમાં તીવ્ર ઘટાડો થયો છે. જેફ બેઝોસની સંપત્તિમાં એક દિવસમાં $9.8 બિલિયન (લગભગ 80,000 કરોડ)નો ઘટાડો થયો છે, જે આ યાદીમાં સૌથી મોટો ઘટાડો છે. તે જ સમયે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એલન મસ્કની કુલ સંપત્તિમાં $ 8.4 બિલિયન (લગભગ 70,000 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે.

આ સાથે, માર્ક ઝુકરબર્ગ, લેરી પેજ, સર્ગેઈ બ્રિન અને સ્ટીવ બાલ્મરની સંપત્તિમાં $4 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે વોરેન બફેટ અને બિલ ગેટ્સે અનુક્રમે $3.4 બિલિયન અને $2.8 બિલિયનનું નુકસાન કર્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

માત્ર અદાણી અને અંબાણીની સંપત્તિમાં વધારો થયો

બ્લૂમબર્ગના રિપોર્ટની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભલે અમીરોની સંપત્તિમાં ઘટાડો થયો હોય, પરંતુ ભારતના બે સૌથી અમીર લોકો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.58 અબજ ડોલર અને મુકેશ અંબાણીની સંપત્તિમાં 1.23 અબજ ડોલરનો વધારો થયો છે. આ યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા અને મુકેશ અંબાણી 9મા સ્થાને છે.

અદાણી ટૂંક સમયમાં બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે છે

ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની શકે છે, કારણ કે તેમની સંપત્તિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મંગળવારે બ્લૂમબર્ગના ડેટા અનુસાર, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ પાસે માત્ર 3 અબજ ડોલરનું અંતર છે. જેફ બેઝોસની કુલ સંપત્તિ $150 બિલિયન છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ $147 બિલિયન છે.

Next Article