કઈ બેંક બચત ખાતા પર સૌથી વ્યાજ આપે છે? જુઓ SBI, HDFC, ICICI, Axis અને PNB ના વ્યાજદરોની તુલના

|

Mar 19, 2022 | 9:00 AM

બચત ખાતામાં રાખવામાં આવેલ રૂપિયા 5 લાખ સુધીનો DICGC હેઠળ વીમો લેવામાં આવે છે. મતલબ કે બેંક ડૂબી જાય તો પણ તમે રૂ. 5 લાખ સુધી પાછા મેળવી શકો છો.

કઈ બેંક બચત ખાતા પર સૌથી વ્યાજ આપે છે? જુઓ SBI, HDFC, ICICI, Axis અને PNB ના વ્યાજદરોની તુલના
જાણો કઈ બેંકમાં રોકાણ વધુ લાભદાયી છે.

Follow us on

બચત ખાતું(Saving Account) ટૂંકા ગાળાના રોકાણકારો માટે અત્યંત ઉપયોગી છે જેમને કોઈપણ સમયે નાણાંની જરૂર પડી શકે છે. બચત ખાતાની સૌથી મોટી વાત એ છે કે તે તમારી ડિપોઝિટ પર માત્ર વ્યાજ ચૂકવતું નથી પણ તમને કોઈપણ સમયે પૈસા ઉપાડવાની પણ પરવાનગી આપે છે. તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે બચત ખાતા પર મર્યાદાથી વધુ રકમના મેળવેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે કારણ કે તે અન્ય સ્ત્રોતોમાંથી આવક ગણવામાં આવે છે.બચત ખાતું દૈનિક ધોરણે વ્યાજની ગણતરી કરે છે અને ક્વાર્ટરના અંતે વ્યાજ દર તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બચત ખાતામાં રાખવામાં આવેલ રૂપિયા 5 લાખ સુધીનો DICGC હેઠળ વીમો લેવામાં આવે છે. મતલબ કે બેંક ડૂબી જાય તો પણ તમે રૂ. 5 લાખ સુધી પાછા મેળવી શકો છો. આજે અમે તમને અલગ-અલગ બેંકોમાં બચત ખાતા પર ચૂકવવા પડતા વ્યાજ વિશે જણાવી રહ્યા છીએ.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બચત ખાતું છે તો બેંક તમને ઝીરો બેલેન્સ પર એકાઉન્ટ રાખવાની સુવિધા પણ આપે છે. તમને વાર્ષિક 2.75% વ્યાજ દર આપે છે.

HDFC બેંક

2 ફેબ્રુઆરી 2022 પછી HDFC બેંક તેના બચત ખાતાના ગ્રાહકોને અલગ-અલગ વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે રૂ. 50 લાખ થી ઓછા રાખો ચો તો તમને વાર્ષિક 3% વ્યાજ મળે છે. 50 લાખથી વધુ અને 1000 કરોડથી ઓછી રકમ પર 3.50% અને તેનાથી વધુ 4.50%ની રકમ ચૂકવવામાં આવે છે.

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

ICICI બેંક

ICICI બેંક મોટી ખાનગી બેંકો પૈકીની એક છે. રૂ. 50 લાખ થી ઓછી થાપણો પર 3% વ્યાજ ઓફર કરે છે. 50 લાખ થી વધુની થાપણો પર 3.50%. વ્યાજ આપે છે

Axis બેંક

50 લાખથી ઓછી રકમ પર 3% વાર્ષિક, 50 લાખ થી વધુ અને 10 કરોડ રૂપિયા થી ઓછી જમા રાશિ પર 3.50% વાર્ષિક, 10 થી વધુ અને 100 કરોડ રૂપિયા સુધી 3.50% કે ફ્લોર રેટ પર રેપો + (-0.65% ) વ્યાજ આપવામાં આવે છે.

પંજાબ નેશનલ બેંક (PNB)

આ સરકારી બેંક બચત ખાતામાં 10 લાખ સુધીની થાપણો પર 2.75% વ્યાજ ઓફર કરે છે. 10 લાખ અને તે ઉપરની થાપણો પર 2.80% વ્યાજ આપે છે.

આ પણ વાંચો : વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં સ્થાન પામવા છતાં મુકેશ અંબાણી – ગૌતમ અદાણી કરતા આ બાબતે પાછળ પડયા

આ પણ વાંચો : GOLD : તમે ઊંચી કિંમતે ખરીદેલું સોનુ શુદ્ધ છે કે નહિ કેવી રીતે ખાતરી કરશો? જાણો આ રીત દ્વારા

Next Article