આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં ખેડૂતો (Farmers) ના ખાતામાં 6,000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. તમને યોજનાનો આ હપ્તો મળશે કે નહીં, તમે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોઈને જાણી શકો છો.
Ad
Farmers
Image Credit source: File Photo
Follow us on
PM Kisan 11th installment: ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme)ના 11મા હપ્તા (11th installment of PM Kisan)ના પાત્રતા ધરાવતા ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ પીએમ કિસાનનો 11મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. તમને યોજનાનો આ હપ્તો મળશે કે નહીં, તમે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોઈને જાણી શકો છો. યોજનાના લાભાર્થીઓની યાદી પીએમ કિસાનના પોર્ટલ પર જઈને જોઈ શકાય છે.
આ રીતે લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જુઓ
સૌ પ્રથમ તમારે PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જવું પડશે.
પોર્ટલ પર, મેનૂ બારમાં, ‘Farmer Corner’ પર ક્લિક કરો.
પછી લાભાર્થીની સૂચિ / ‘Beneficiary list’ ટેબ પર ક્લિક કરો.
હવે તમારે તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામની માહિતી અહીં દાખલ કરવાની રહેશે.
આ પછી તમારે ‘Get Report’ પર ક્લિક કરવાનું રહેશે. આ સાથે તમને તમારા સ્ટેટસ વિશે પણ જાણકારી મળશે.
આ રીતે સ્કીમમાં નોંધણી કરાવો
ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી કરાવી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારે https://pmkisan.gov.in/ ની મુલાકાત લેવાની રહેશે. તેની પ્રક્રિયા નીચે મુજબ છે.