8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? બેસિક સેલરી ₹18000થી વધીને ₹51480 થઈ શકે છે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 8મું પગાર પંચ રચવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટરના આધારે, લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે.

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? બેસિક સેલરી ₹18000થી વધીને ₹51480 થઈ શકે છે
8th Pay Commission
| Updated on: Aug 24, 2025 | 3:51 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 8મું પગાર પંચ બનાવવામાં આવશે. આ કમિશનનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થામાં સુધારો કરવાનો છે. આ જાહેરાત 2025ના બજેટ પહેલા થોડા દિવસો પહેલા કરવામાં આવી છે.

8મું પગાર પંચ શું છે?

કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર, મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનમાં ફેરફાર માટે ભલામણો કરશે. ફુગાવા અનુસાર ભથ્થાં પણ ઉમેરવામાં આવશે.

પગાર કેટલો વધશે?

સરકારે હજુ સુધી પગાર વધારાની કોઈ સત્તાવાર ટકાવારી આપી નથી. પરંતુ, અહેવાલો અનુસાર, ફિટમેન્ટ ફેક્ટરના આધારે, લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર શું છે?

એક ગુણક છે, જેના આધારે પગાર અને પેન્શનની ગણતરી કરવામાં આવે છે. તેમાં ફુગાવો, સરકારની આર્થિક સ્થિતિ અને કર્મચારીઓની જરૂરિયાતો જેવા પરિબળોનો સમાવેશ થાય છે.

કોને લાભ મળશે?

  • લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ (સંરક્ષણ કર્મચારીઓ સહિત).
  • લગભગ 65 લાખ પેન્શનરો (સંરક્ષણ નિવૃત્ત કર્મચારીઓ સહિત)

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?

અહેવાલો અનુસાર, આ કમિશન 2026 સુધીમાં રચવામાં આવશે અને તેની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની ધારણા છે.

પગાર પંચનું કાર્ય શું છે?

દર 10 વર્ષે રચાયેલકમિશન સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થાં, પેન્શન અને બોનસની સમીક્ષા કરે છે. તે ફુગાવા, આર્થિક સ્થિતિ અને સરકારી તિજોરીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભલામણો કરે છે.

પહેલા 7 પગાર પંચ બન્યા

1946 થી અત્યાર સુધીમાં સાત પગાર પંચની રચના કરવામાં આવી છે.  7મા પગાર પંચ (2016 માં લાગુ કરાયેલ) ની ભલામણો હજુ પણ ચાલુ છે. મોદી સરકારનુંનવું પગલું 10 વર્ષના ચક્રને આગળ લઈ જશે.

સમાચારથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળી છે. હવે જોવાનુંરહે છે કે કમિશનની ભલામણોનો સામાન્ય માણસના ખિસ્સા પર શું પ્રભાવ પડે છે.

IPO News : આ અઠવાડિયે શેરબજારમાં પૈસા કમાવાનો મોકો, 10 કંપનીના ખુલી રહ્યા IPO, 8 કંપની થશે લિસ્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો