MONEY9: નોકરી બદલો ત્યારે PFનું શું કરશો? સમજો આ વીડિયોમાં

|

Mar 03, 2022 | 7:49 PM

રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે PF એક એવી બચત યોજના છે, જેમાં સરકારની બધી લઘુબચત યોજનાઓની તુલનામાં સૌથી વધુ એટલે કે 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.

તમે નોકરી બદલી રહ્યા છો તો PFનું શું કરવું? ઉપાડી લેવું કે જમા રહેવા દેવું કે પછી નવી નોકરી (JOB)માં ટ્રાન્ફર કરાવી લેવું? જો તમે વારંવાર નોકરી બદલી રહ્યા છો તો PFની રકમ ઉપાડવાથી બચવાનો સંપૂર્ણ પ્રયાસ કરો. યૂનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએએન (UAN)ની સુવિધા મળ્યા બાદ નવી સંસ્થામાં નવુ PF ખાતુ ખોલવાની જરૂર નહીં પડે.

હવે PF માટે દેશમાં એક જ ખાતુ પર્યાપ્ત છે. રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે PF એક એવી બચત યોજના છે, જેમાં સરકારની બધી લઘુબચત યોજનાઓની તુલનામાં સૌથી વધુ એટલે કે 8.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. દરમહિને નાની નાની બચત દ્વારા મોટી રકમ જોડવામાં આ યોજના ઘણી અસરકારક સાબિત થાય છે.

કરકપાતમાં પણ તેનો લાભ મળે છે. ટેક્સ સેવિંગના મોરચે આ યોજના તમારો ટેક્સ બચાવે છે. આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ PFમાં વાર્ષિક દોઢ લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ મળે છે.

 

આ પણ જુઓ: મફતમાં મળતાં આ વીમા અંગે હંમેશા રહો પૂરેપૂરા માહિતગાર

આ પણ જુઓ:  હેલ્થ વીમામાં ગ્રેસ પીરિયડ શું હોય છે?

Next Video