MONEY9: કોઈ કંપની માટે Sales અને Revenue એટલે શું ?

|

Jun 15, 2022 | 3:22 PM

કોઈ કંપનીના લેજર એકાઉન્ટમાં સેલ્સ અને રેવન્યુનો ડેટા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ બંને વચ્ચે શું ફરક છે, તે સમજવા માટે જુઓ અમારો આ વીડિયો...

MONEY9: સેલ્સ અને રેવન્યુમાં શું ફરક હોય છે ? કોઈ કંપનીના વેચાણ (SALES) અને રેવન્યુ (REVENUE) અથવા આવકને ઘણી વાર લોકો એક જ માની લે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ બંને વચ્ચે મોટો તફાવત છે અને તેને સમજવો પણ અત્યંત જરૂરી છે. 

તો, સૌથી પહેલાં સેલ્સ એટલે કે વેચાણને સમજીએ. જ્યારે કોઈ કંપની ગ્રાહકોને સામાન વેચે છે અથવા સર્વિસ આપે છે, તો તેનાથી મળનારી રકમને વેચાણ અથવા સેલ્સ કહે છે. તે એક ત્રિમાસિક, છમાસિક અથવા 1 વર્ષમાં બિઝનેસ આઉટપુટની કુલ આર્થિક વેલ્યુ હોય છે.  વેચાયેલા યુનિટ્સની સંખ્યા અને પ્રોડક્ટની કિંમતનો ગુણાકાર કરીને વેચાણનો આંકડો મેળવવામાં આવે છે. આમાં, કેશ અને ક્રેડિટ એમ બંને રીતે થયેલું વેચાણ સામેલ હોય છે. 

રેવન્યુ એટલે કોઈ બિઝનેસની ઑપરેશનલ અને નૉન-ઑપરેશનલ પ્રવૃત્તિથી થતી કમાણી. તેમાં વેચાણની સાથે સાથે, વ્યાજ, ડિવિડન્ડ, ભાડું, ફી, દાન, રોયલ્ટી અને જૂની એસેટના વેચાણથી થતી આવક જેવી તમામ પ્રકારની આવકનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ બિઝનેસને મુખ્ય પ્રવૃત્તિથી અથવા રૂટિન ઓપરેશન્સથી રેવન્યુ મળે તો તેને સેલ્સ અથવા ઓપરેટિંગ રેવન્યુ કહે છે અને અન્ય સ્રોતથી મળેલી રેવન્યુને નોન-ઓપરેટિંગ રેવન્યુ કહે છે.

Next Video