વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે ઓછા ખર્ચમાં પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

|

Aug 05, 2021 | 8:53 AM

અમે અહીં તે જગ્યાઓ વિશે વાત કરી રહ્યા છીએ જેમની કરન્સી ભારતીય રૂપિયા કરતા ઘણી ઓછી છે. એટલે કે આ સ્થળોની મુલાકાત લેવા માટે તમારે પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં.

સમાચાર સાંભળો
વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે ઓછા ખર્ચમાં  પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો
SYMBOLIC IMAGE

Follow us on

જો તમે વિદેશ ફરવાના શોખીન છો પરંતુ નવી જગ્યાના ચલણ અને ખર્ચથી પરેશાન છો, તો અમે તમને આ સમસ્યાનું સમાધાન જણાવી રહ્યા છીએ. અમે અહીં તે જગ્યાઓ વિશે વાત કરી રહ્યા છીએ જેમની કરન્સી ભારતીય રૂપિયા કરતા ઘણી ઓછી છે. એટલે કે આ સ્થળોની મુલાકાત લેવા માટે તમારે પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં. જાણો આવા 10 દેશો વિશે જ્યાં તમે ઓછા બજેટમાં મુસાફરી કરી શકો છો.

આ રીતે તમારા પૈસા પણ બચશે અને તમારું નામ પણ આસપાસના લોકોમાં હશે કે તમે વિદેશ ફરી રહ્યા છો. જો કે આ સ્થળોએ જતા પહેલા તમારે ત્યાં વિનિમય દર તપાસવો જ જોઇએ કારણ કે રૂપિયામાં વધઘટ થવી તે એકદમ સામાન્ય છે. તો જાણો તમારી બજેટ વિદેશ યાત્રા વિશે…

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

વિયેતનામ
વિયેતનામ સુંદરતાની દ્રષ્ટિએ એક મહાન દેશ છે. દક્ષિણપૂર્વ એશિયામાં આવેલો આ દેશ આર્થિક અને સાંસ્કૃતિક બંને રીતે ભારત સાથે સારા સંબંધો જાળવે છે. વિયેતનામમાં એક ભારતીય રૂપિયો 314.42 વિયેતનામીસ ડોંગ બરાબર છે.

 

 

ઇન્ડોનેશિયા
હિંદ અને પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલું ઇન્ડોનેશિયા પણ ઓછા બજેટની મુસાફરીનું સ્થળ છે. અહીં ફરવા માટે બહુ ઓછા પૈસા લાગે છે. ઇન્ડોનેશિયામાં એક ભારતીય રૂપિયો 194.40 IDR બરાબર છે.

 

 

કંબોડિયા
કંબોડિયામાં એક ભારતીય રૂપિયો 55.86 રિયાલ બરાબર છે. અહીંના પ્રાચીન હિન્દુ અને બૌદ્ધ મંદિરો ખૂબ પ્રખ્યાત છે અને લોકો તેમને જોવા માટે દૂર -દૂરથી આવે છે.

 

 

 

પેરાગ્વે
પેરાગ્વેમાં એક ભારતીય રૂપિયો 91.72 ગુવારની બરાબર છે. એટલે કે આ સ્થળે તમે ચિંતા વગર મુસાફરી કરી શકો છો. ખાસ કરીને જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ છે.

 

 

કોસ્ટા રિકા
કોસ્ટા રિકામાં એક ભારતીય રૂપિયો 8.48 કોસ્ટા રિકન કોલન બરાબર છે. સૌથી આકર્ષક સ્થળોમાં સમાવિષ્ટ આ સ્થળની સુંદરતા તમારા મનને મોહિત કરવા યોગ્ય છે. જેટ સ્કીઇંગ, સર્ફિંગ અને વોટર સ્પોર્ટ્સ જેવા એડવેન્ચર અહીં કરી શકાય છે.

 

 

આ દેશોમાં મુસાફરીનો અનુભવ શાનદાર રહેશે
મંગોલિયામાં ભારતનો એક રૂપિયો 39.10 મંગોલિયા તુગરિક બરાબર છે. હંગેરીમાં એક ભારતીય રૂપિયાની કિંમત 3.89 ફોરિન્ટ હંગેરિયન ચલણ છે. શ્રીલંકામાં એક ભારતીય રૂપિયો 2.72 શ્રીલંકન રૂપિયા બરાબર છે. જો તમે ઇચ્છો તો તમે પાકિસ્તાન પણ જઈ શકો છો, અહીં એક ભારતીય રૂપિયો 2.13 પાકિસ્તાની રૂપિયા બરાબર છે. જે લોકો વન્યજીવનના શોખીન છે તેઓ ઝિમ્બાબ્વે પણ જઈ શકે છે અહીં ભારતનો એક રૂપિયો 4.95 ઝિમ્બાબ્વે ડોલર બરાબર છે.

 

આ પણ વાંચો : ALERT: શું જૂની ચલણી નોટ અને સિક્કા તમને લખપતિ બનાવી શકે છે? જાણો મામલે શું કહે છે RBI

આ પણ વાંચો : 7th Pay Commission:સરકારી કર્મચારીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયરની સ્થિતિ હજુ સ્પષ્ટ નહિ ? જાણો શું છે સરકારનું વલણ

Published On - 8:52 am, Thu, 5 August 21

Next Article