સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ, 1964ના 35(1) મુજબ, સરકારી કર્મચારી શેરના (Stock Market) ટ્રેડિંગમાં અથવા અન્ય કોઈપણ પ્રકારના સટ્ટા વ્યાપારમાં સામેલ થઈ શકતા નથી. પરંતુ સરકારી કર્મચારીઓ (Government Employee) સ્ટોક બ્રોકર્સ, રજીસ્ટર્ડ એજન્સીઓ, લાઇસન્સ અથવા પ્રમાણપત્ર ધારક વ્યક્તિઓ / એજન્સીઓ દ્વારા સમય સમય પર શેરબજારમાં રોકાણ કરી શકે છે. એટલે કે સરકારી કર્મચારી શેરબજારમાં માત્ર રોકાણ કરી શકે ટ્રેડિંગ નહી.
હાલમાં આવેલા એક સરક્યુલર મૂજબ કોઈપણ સરકારી કર્મચારી તેના બેસિક પે થી 6 ગણાથી વધારે રકમનું જો શેરબજારમાં રોકાણ કરે છે તો તેની જાણકારી તેના વિભાગમાં આપવી જરૂરી છે. નિયમ 35(1) ને વધુ સરળ રીતે સમજીએ. જો તમે સરકારી કર્મચારી છો, તો તમે શેર અથવા સિક્યોરિટીઝ (અથવા અન્ય કોઈપણ રોકાણ) ની વારંવાર ખરીદી અથવા વેચાણ કરી શકતા નથી, કારણ કે તેને સટ્ટાકીય વેપાર તરીકે ગણવામાં આવશે.
સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (કંડક્ટ) નિયમો, 1964 ના નિયમ નંબર 40(2) નો ભાગ (i) મૂજબ સરકારી કર્મચારીઓ એવું કોઈ રોકાણ કરી શકતા નથી કે જેનાથી તેમને શરમ આવે અથવા તેમને સેવામાંથી કાઢી નાખવામાં આવે. આ જ નિયમો કર્મચારીના પરિવારના સભ્યો અને તેના વતી કાર્ય કરતી અન્ય કોઈપણ વ્યક્તિને લાગુ પડે છે.
કેન્દ્ર સરકારે 2019માં સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સ્ટોક રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણની જાહેરાતની મર્યાદા વધારી દીધી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD મંત્રાલય) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, સુધારેલી મર્યાદા હવે કર્મચારીના છ મહિનાના મૂળ પગારની બરાબર છે.
સરળ શબ્દોમાં સમજીએ તો સરકારી આદેશ અનુસાર, જો કોઈ નાણાકીય વર્ષમાં કર્મચારીનું રોકાણ તેના 6 મહિનાના બેઝિક પગાર કરતાં વધારે હોય, તો તેણે આવા શેર, સિક્યોરિટીઝ, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરેલા કુલ રોકાણનો સંપૂર્ણ હિસાબ આપવો પડશે.
આ પણ વાંચો : Sabka Sapna Money Money : RD અને SIPમાં વધુ સારુ શું છે ? જાણો શેમાં રોકાણ કરવાથી મળશે વધુ વળતર
સરકારી કર્મચારીઓ વ્યક્તિગત નાણાકીય ધ્યેયોના આધારે નીચેના રોકાણ વિકલ્પોમાંથી કેટલાક (અથવા તમામ)માં રોકાણ કરી શકે છે.
1. મ્યુચ્યુઅલ ફંડ
2. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
3. રાષ્ટ્રીય પેન્શન યોજના
4. શેરમાં લાંબા ગાળાનું રોકાણ
5. બેંક થાપણો