Upcoming IPO : વધુ એક કંપની શેરબજારમાં પોતાને લિસ્ટ કરવા માટે IPO લાવવા જઈ રહી છે. તાજેતરના સમયમાં બજારમાં ઘણી કંપનીઓના IPOએ રોકાણકારોને મોટો નફો કર્યો છે. આ સંબંધમાં ગુજરાતની વધુ એક કંપની પ્રાઇમરી માર્કેટ દ્વારા શેર માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીનું નામ છે ચાવડા ઇન્ફ્રા(Chavda Infra) છે.
Subject | Detail |
IPO Date | September 12, 2023 to September 14, 2023 |
Face Value | ₹10 per share |
Price | ₹60 to ₹65 per share |
Lot Size | 2000 Shares |
Total Issue Size | 6,656,000 shares (aggregating up to ₹43.26 Cr) |
Fresh Issue | 6,656,000 shares (aggregating up to ₹[.] Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | NSE SME |
Share holding pre issue | 18,000,000 |
Share holding post issue | 24,656,000 |
Market Maker portion | 336,000 shares |
આ કંપની પણ IPO લાવીને માર્કેટમાં પ્રવેશ કરશે અને પોતાની કંપનીને જાહેર કરશે. ગુજરાત સિવિલ કન્સ્ટ્રક્શન કંપની ચાવડા ઇન્ફ્રા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે 60-65 રૂપિયા પ્રતિ શેરની કિંમતની શ્રેણી નક્કી કરી છે.
આ પણ વાંચો : Share Market : 4 દિવસની તેજીમાં રોકાણકારોએ 7.75 લાખ કરોડની કમાણી કરી, BSE નું માર્કેટ કેપ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું
કંપની દ્વારા મંગળવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, તેનો IPO 12 સપ્ટેમ્બરે ખુલશે અને 14 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારો 11 સપ્ટેમ્બરે શેર માટે બિડ કરી શકે છે. કંપનીના શેર સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ પ્લેટફોર્મ NSE Emerge પર લિસ્ટ થશે.
IPO હેઠળ, રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 66.56 લાખના નવા ઇક્વિટી શેર ‘બુક-બિલ્ડિંગ રૂટ’ દ્વારા ઈશ્યુ કરવામાં આવશે. કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે IPOની આવકમાંથી રૂ. 27 કરોડનો ખર્ચ કરશે. બાકીની રકમ કંપનીની અન્ય કામગીરી માટે ઉપયોગમાં લેવાશે.
આ પણ વાંચો : Krishna Janmashtami 2023 : આજે ગુજરાતમાં બેંક બંધ રહેશે, જન્માષ્ટમીના અવસર પર RBI એ રજા જાહેર કરી
IPO | Date |
IPO Date | 12 to 14 September 2023 |
Basis of Allotment | Wednesday, September 20, 2023 |
Initiation of Refunds | Thursday, September 21, 2023 |
Credit of Shares to Demat | Friday, September 22, 2023 |
Listing Date | Monday, September 25, 2023 |
Cut-off time for UPI mandate confirmation | 5 PM on September 14, 2023 |