Franklin Templetonના યુનિટ ધારકોને 1 સપ્ટેમ્બરથી છઠ્ઠા હપ્તામાં 2918 કરોડ ચુકવાશે , કુલ રોકાણની 95 ટકા ચુકવણી પૂર્ણ કરાઈ

|

Aug 29, 2021 | 2:59 PM

ફેબ્રુઆરીમાં પ્રથમ તબક્કા હેઠળ આ યોજનાઓના રોકાણકારોને 9,122 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સાથે તેમને એપ્રિલમાં રૂ. 2,962 કરોડ, મે મહિનામાં રૂ. 2,489 કરોડ, જૂનમાં રૂ. 3,205 કરોડ અને જુલાઇમાં રૂ. 3,303 કરોડ આપવામાં આવ્યા હતા.

સમાચાર સાંભળો
Franklin Templetonના યુનિટ ધારકોને 1 સપ્ટેમ્બરથી છઠ્ઠા હપ્તામાં 2918 કરોડ ચુકવાશે , કુલ રોકાણની 95 ટકા ચુકવણી પૂર્ણ કરાઈ
Franklin Templeton MF

Follow us on

SBI ફંડ્સ મેનેજમેન્ટ (SBI MP) 1 સપ્ટેમ્બરથી ફ્રેન્કલીન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ(Franklin Templeton MF)ની છ બંધ યોજનાઓના રૂ. 2,918 કરોડનો છઠ્ઠો હપ્તો યુનિટહોલ્ડર્સને આપવાનું શરૂ કરશે. ફ્રેન્કલિન ટેમ્પલટનના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે ત્યારબાદ આ બંધ યોજનાઓના રોકાણકારોને કુલ ચૂકવણી રૂ. 23,999 કરોડ સુધી પહોંચી જશે જે 23 એપ્રિલ, 2020 ના રોજ મેનેજમેન્ટ હેઠળની સંપત્તિના 95.18 ટકા જેટલી હશે.

ફેબ્રુઆરીમાં પ્રથમ તબક્કા હેઠળ આ યોજનાઓના રોકાણકારોને 9,122 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સાથે તેમને એપ્રિલમાં રૂ. 2,962 કરોડ, મે મહિનામાં રૂ. 2,489 કરોડ, જૂનમાં રૂ. 3,205 કરોડ અને જુલાઇમાં રૂ. 3,303 કરોડ આપવામાં આવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે SBI MF તમામ છ યોજનાઓના યુનિટ ધારકોને આગામી હપ્તા હેઠળ 2,918.5 કરોડ રૂપિયાનું વિતરણ કરશે. પ્રવક્તાએ કહ્યું કે KYC સુસંગત રોકાણકારોના ખાતામાં છઠ્ઠા હપ્તાનું વિતરણ 1 સપ્ટેમ્બર, 2021 થી શરૂ થશે.

જુલાઈમાં પાંચમા હપ્તાની ચુકવણી
જુલાઈમાં કંપનીએ 3,303 કરોડનો પાંચમો હપ્તો ચૂકવ્યો હતો. ફેબ્રુઆરીમાં રોકાણકારોને પ્રથમ હપ્તા હેઠળ રૂ .9,122 કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે પછી, 12 એપ્રિલના સપ્તાહમાં બીજા હપ્તા હેઠળ રોકાણકારોને રૂ. 2,962 કરોડ, 3 મેના ત્રીજા હપ્તામાં રૂ. 2,489 કરોડ અને ચોથા હપ્તા હેઠળ રૂ. 3,205 કરોડ 7 જૂનના સપ્તાહમાં આપવામાં આવ્યા હતા.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફર
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ ચુકવણી યુનિટ ધારકોને NAV પર તેમના યુનિટના પ્રમાણમાં કરવામાં આવશે. આ ચુકવણી SBI MF દ્વારા તમામ પાત્ર એકમ ધારકોને ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ યોજનાઓ માટે SBI MF ની ફડચા અધિકારી તરીકે નિમણૂક કરી હતી.

SEBI એ નવી ડેટ સ્કીમ પર બે વર્ષ માટે સ્ટે ઓર્ડર જારી કર્યો હતો.
સેબીએ ફ્રેન્કલિન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ (ઈન્ડિયા) ને બે વર્ષ માટે કોઈપણ નવી દેવાની યોજના રજૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હકીકતમાં 23 એપ્રિલ 2020 ના રોજ કંપનીએ લગભગ 26,000 કરોડની સંપત્તિ સાથે 6 ડેટ સ્કીમ બંધ કરી હતી. ફ્રેન્કલિન ટેમ્પલટને પૈસાના અભાવનું કારણ આપ્યું હતું. સેબીનું માનવું છે કે કંપનીની તરફથી દેવાની યોજનામાં ગંભીર ખામી રહી છે જે નિયમોની વિરુદ્ધ છે. તેથી, ફ્રેન્કલીન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટને 2020 દરમિયાન લેવામાં આવેલા મેનેજમેન્ટ અને સલાહકાર ફી 12% વ્યાજ સાથે પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જેની કુલ કિંમત 512 કરોડ રૂપિયા છે.

 

આ  પણ વાંચો :  Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

 

આ પણ વાંચો : તમે મોંઘવારીથી કેટલા પરેશાન છો? RBI અમદાવાદ સહીત દેશના 18 શહેરના લોકોને આ પ્રશ્ન પૂછશે ! જાણો કેમ ?

Next Article