GANDHINAGAR : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું, “મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો”

|

Dec 04, 2021 | 11:13 PM

Narayan Rane in Gandhinagar : નારાયણ રાણેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો છે. મારા ઘણા ગુજરાતીમિત્રો પાસેથી હું અવારનવાર માર્ગદર્શન મેળવતો હોઉં છું. સમગ્ર દેશને ગુજરાત માટે ગૌરવ છે.

GANDHINAGAR : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું, મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો
Narayan Rane in Gandhinagar

Follow us on

GANDHINAGAR : ગાંધીનગર ખાતે એન્જિમેક એક્ઝિબિશન (ENGIMACH 2021)સેન્ટરની કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણે (Narayan Rane)એ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નારાયણ રાણેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો છે. મારા ઘણા ગુજરાતીમિત્રો પાસેથી હું અવારનવાર માર્ગદર્શન મેળવતો હોઉં છું. સમગ્ર દેશને ગુજરાત માટે ગૌરવ છે.

નારાયણ રાણેએ કહ્યું હતું કે મને ગર્વ છે કે ભારતમાં આટલું મોટું એક્ઝિબિશન સેન્ટર ગુજરાતમાં છે. ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં ભારત પ્રગતિ કરશે એનો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને દેશ મહાસત્તા બને એવા સ્વપ્નને સાકાર થવામાં આ સેન્ટર મહત્વનું બની રહેશે. અહીં એક્ઝિબિશન સેન્ટરમાં યુવાનો પ્રદર્શન જોવા આવ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે એ ઉત્સાહપ્રેરક છે. આ સેન્ટર યુવાનોના ઉદ્યોગક્ષેત્રમાં પદાર્પણ માટે મહત્વનું સાબિત થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


આ ઉપરાંત ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો ઉલ્લેખ કરીને નારાયણ રાણે કહ્યું હતું કે ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન વાહનોના આવવાથી દેશમાં આવનાર દિવસોમાં લોકોને બચત પણ થશે. પત્રકારોને સંબોધતા નારાયણ રાણેએ કહ્યું હતું કે ભવિષ્યમાં સરકાર તરફથી યોજાનારા એક્ઝિબિશનનું આયોજન અહીં જ થશે એવો વિશ્વાસ છે. MSME ગુજરાતમાં વધારે છે અને તેને ધ્યાનમાં રાખીને કાઉન્સિલ સેન્ટરમાં વધારો કરવા વિચારણા કરાશે.

આ પણ વાંચો : AHMEDABAD : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ MSMEના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યુ, કહ્યું “ગુજરાતના MSME ક્ષેત્ર પાસે ઘણી સંભાવનાઓ”

Published On - 11:11 pm, Sat, 4 December 21

Next Article