
આ વર્ષે કેન્દ્રીય બજેટ ડિફેન્સ સેક્ટરના શેર માટે ઘણુ જ મહત્વપૂર્ણ માઈલસ્ટોન સમાન સાબિત થઈ શકે છે. તેનુ કારણ એ છે કે ડિફેન્સ સેક્ટરમાં કેપિટલ એક્સપેન્ડીચરમાં છેલ્લા કેટલાક વર્ષોની તુલનામં 10% થી વધુ વધારો થવાની આશા છે. આ વધારો ડિફેન્સ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની આ મુહિમને આગળ વધારશે, જેના પગલે પહેલાથી જ રેકોર્ડ ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા છે અને નિકાસ પણ વધી છે.
ઈન્ટરનેશનલ બ્રોકરેજ ફર્મ જેફરીઝ માને છે કે આનો સૌથી વધુ ફાયદો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને થઈ શકે છે, ત્યારબાદ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) અને ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા)નો સમાવેશ થાય છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવા પહેલા જારી કરાયેલા જેફરીઝના ઇન્ડિયા ડિફેન્સ મંથલી રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે. આ રિપોર્ટ નાણાકીય વર્ષ 2027 ને ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ફરીથી મજબૂતાઈ મેળવવા અને તેની ગતિને વેગ આપવાનો સમય ગણાવાયુ છે.
જેફરીઝે કહ્યું, “HAL અમારી ટોચની પસંદગી છે, ત્યારબાદ BEL અને ડેટા પેટર્ન્સ આવે છે.” આગામી બજેટમાં બજારો સંરક્ષણ મૂડીખર્ચ પર નજીકથી નજર રાખશે. નાણાકીય વર્ષ 2026 માટેના બજેટમાં સંરક્ષણ મૂડીખર્ચ માટે ₹1.8 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા. આમાંથી 62% એપ્રિલ અને નવેમ્બર 2025 વચ્ચે ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પાછલા ચાર વર્ષના સમાન સમયગાળા દરમિયાન ખર્ચ કરતા નોંધપાત્ર રીતે વધારે છે, જે 41-54% ની વચ્ચે હતો.
જેફરીઝે અહેવાલ આપ્યો છે કે સંરક્ષણ સચિવે તાજેતરમાં સંકેત આપ્યો છે કે નાણાકીય વર્ષ 27 ના સંરક્ષણ બજેટમાં 20% સુધીનો વધારો થઈ શકે છે. ભારતની સંરક્ષણ ક્ષેત્રની વાર્તા હવે સ્થાનિક બજાર સુધી મર્યાદિત નથી. જેફરીઝે અહેવાલ આપ્યો છે કે આ વર્ષે અત્યાર સુધીમાં સંરક્ષણ નિકાસે FY26 ના $3.3 બિલિયનના લક્ષ્યાંકના 87% હાંસલ કર્યા છે. આ ભારતની વધતી જતી આંતરરાષ્ટ્રીય માન્યતા દર્શાવે છે. ભારતનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2030 સુધીમાં સંરક્ષણ નિકાસમાં ₹500 બિલિયન સુધી પહોંચવાનું છે, જે નાણાકીય વર્ષ 25 માં ₹236 બિલિયનથી બમણાથી વધુ છે.