ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે (GJC) સરકારને બજેટ (Budget 2022)માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરને ઘટાડીને 1.25 ટકા કરવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી (Finance Minister)નિર્મલા સીતારમણે પોતાના બજેટ 2022-23 પહેલાની ભલામણોમાં જેજેસીએ સોના (Gold), કિંમતી ધાતુઓ, રત્નો અને એવા સામાનથી બનેલા ઘરેણાં પર 1.25 ટકા જીએસટી નક્કી કરવાની માંગ કરી છે. હાલમાં તેની પર 3 ટકા જીએસટી લાગે છે. તે જ સમયે, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC) આગામી સામાન્ય બજેટ માટેની ભલામણોમાં સરકાર તરફથી સોના પરની આયાત ડ્યૂટી (Import duty on gold) 7.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાનો આગ્રહ કર્યો છે.
જીજેસીએ નાણામંત્રીને પાનકાર્ડની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો પણ આગ્રહ કર્યો છે. કારણ કે ગ્રામીણ ભારતમાં ઘણા ઘરોમાં પાનકાર્ડ નથી અને જરૂરિયાતના સમયે ખાસ કરીને વૈશ્વિક મહામારીમાં લઘુત્તમ જરૂરી જ્વેલરીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડે છે.
PTIના અહેવાલ મુજબ જીજેસીએ સરકારને અનુરોધ કર્યો છે કે સોનાના લઘુત્તમ જથ્થા પર યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે, જેનાથી કોઈ વ્યક્તિ કોઈ પણ વિભાગના અધિકારીઓ દ્વારા પૂછપરછ કર્યા વગર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ હેઠળ જમા કરી શકે છે.
તે સિવાય ઉદ્યોગ મંડળે વિનંતી કરી કે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને 22 કેરેટ સોનાના દાગીના ખરીદવા માટે EMI સુવિધાની મંજૂરી આપવી જોઈએ. જેનાથી મહામારી બાદ ઉદ્યોગમાં વધારો થશે.
જીજેસીના અધ્યક્ષ આશિષ પેઠેએ કહ્યું મહામારીના આ મુશ્કેલ સમયમાં અમારા ઉદ્યોગને મોટુ નુકસાન થયું છે અને તેને કે.વી.કામથની રિપોર્ટમાં ‘તણાવગ્રસ્ત ક્ષેત્રો’માંથી એક ગણવામાં આવે છે. તેથી અમે ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 40Aમાં ફેરફારનો પ્રસ્તાવ આપ્યો છે, જેથી વર્તમાન દૈનિક 10,000 રૂપિયાની રોકડ મર્યાદાને વધારીને 1,00,000 રૂપિયા પ્રતિ દિવસ કરી શકાય.
તેમને કહ્યું કે જીજેસીએ સરકારને ક્રેડિટ કાર્ડ દ્વારા ઘરેણાની ખરીદી પર બેન્ક કમિશન માફ કરવાનો પણ આગ્રહ કર્યો છે. આ પ્રકારે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ ‘ડિજિટલ ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવશે.
GJCએ સરકારને એ પણ આગ્રહ કર્યો કે જો વેચેલા ઘરેણાને નવા ઘરેણામાં રિઈન્વેસ્ટ કરવામાં આવે છે તો ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 54F અનુસાર રત્ન અને ઘરેણા ઉદ્યોગને કેપિટલ ગેનમાંથી છુટ આપવામાં આવવી જોઈએ. GMSને વધુ અસરકારક બનાવવા પર GJCએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે પરિવારોને કોઈપણ કર વિભાગ દ્વારા પૂછપરછમાંથી ઓછામાં ઓછું 500 ગ્રામ પૈતૃક સ્વભાવનું સોનું જમા કરાવવા માટે મુક્તિ આપવી જોઈએ.