મુશ્કેલ સમય માટે તૈયાર રહેજો… ભારત પર ઈરાન યુદ્ધની હવે દેખાશે અસરો…કોટક મહિન્દ્રા બેંકના સંસ્થાપકે ચેતવ્યા

જાણીતા બેંકરે ભારતીય ઉદ્યોગ જગતને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયાને મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આથી આ મુશ્કેલ ઘડીમાં તૈયાર રહેવુ જોઈએ.

મુશ્કેલ સમય માટે તૈયાર રહેજો... ભારત પર ઈરાન યુદ્ધની હવે દેખાશે અસરો...કોટક મહિન્દ્રા બેંકના સંસ્થાપકે ચેતવ્યા
| Edited By: | Updated on: May 12, 2026 | 7:45 PM

કોટક મહિન્દ્રા બેંકના સંસ્થાપક ઉદય કોટકે ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક આર્થિક સંકટની ચેતવણી આપી છે. તેમણે ભારતીય ઉદ્યોગ જગતને મુશ્કેલ સમય માટે તૈયાર રહેવા, વ્યૂહાત્મક સાવચેતી રાખવા અને ભૌગોલિક-રાજકીય બદલાવોને સમજવાની સલાહ આપી. વધતા તેલના ભાવ અને ચાલુ ખાતાની ખાધ પર ધ્યાન આપવા જણાવ્યું. ઉદય કોટકે CIA ના વાર્ષિક શિખર સંમેલન 2026 કાર્યક્રમમાં આ વાતો કરી

ઉદય કોટકની આ સલાહ એવા સમયે આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતીયોને વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન બેઠકો, યાત્રામાં કમી અને એવી અન્ય પ્રથાઓ પર પરત આવવાની અપીલ કરી છે. તેનુ પાલન કોરોના મહામારી દરમિયાન કરવામાં આવ્યુ હતુ.

ઈરાન સંબંધિત સંઘર્ષનો પ્રત્યક્ષ આર્થિક અસરો છેલ્લા 8 સપ્તાહ દરમિયાન ઘણી ઓછી રહી છે. પરંતુ હવે એ દૌર સમાપ્ત થઈ રહ્યો છે અને કંઈક બહુ મોટુ થવા જઈ રહ્યુ છે.

યુદ્ધની અસરો હવે દેખાવા લાગશે

ઉદય કોટકે કહ્યુ કે આપણે આ સંકટથી વધુ દૂર નથી, જ્યા સુધી ઈરાન યુદ્ધ અટકતુ નથી આપણા પર અને દુનિયા પર પણ સંકટ બની રહેશે. આ સંકટની રાહ જોવાને બદલે આપણે તેના માટે તૈયાર રહેવુ પડશે.
ઉદય કોટકના અનુસાર

દુનિયા સહયોગાત્મક ‘દાવોસ માનસિક્તા’ માંથી નીકળીને 1945ના પહેલા દૌરમાં આગળ વધી રહી છે. જેમા દેશ વેપાર માર્ગો અને ભૌતિક સંપત્તિ પર નિયંત્રણ માટે અંદરોઅંદર સ્પર્ધા કરે છે.

જાણીતા બેંકરની સલાહ

ઉદય કોટકે મલક્કા સ્ટ્રીટ સંબંધિત ચિંતાઓ પર ઈશારો કર્યો. તેમણે કહ્યુ AI ક્રાંતિ અને વ્યાપક જિયોપોલિટિકલ બદલાવોએ એવા રણનીતિક ચેકપોઈન્ટ્સ ને વધુ મહત્વના બનાવી દીધા છે. જેમા દૂર દૂરની અર્થ વ્યવસ્થાને પણ અસ્થિર કરવાની ક્ષમતા છે.

ઉદય કોટક બોલ્યા અમે એવી માનસિક્તા જોઈ રહ્યા છીએ કે કોણ કઈ ચીજ પર નિયંત્રણ રાખશે. એક ‘પુરાતન’ દુનિયામાં એ મહત્વપૂર્ણ છે કે સંપત્તિઓ પર કોનુ નિયંત્રણ છે. ભારતને યથાર્થવાદી, રાજનીતિક અને સમજદાર બનવાની જરૂર છે.

તેમણે તેલના વધતા ભાવ પર પ્રત્યે ભારતની સંવેદનશીલતાને પણ હાઈલાઈટ કરતા કહ્યુ જ્યારે તેલના ભાવ 60 ડૉલર પ્રતિ બેરલ હતા ત્યારે ચાલુ ખાતા ખાદ (CAD)-1% પર મેનેજેબલ હતી, પરંતુ તેલની કિંમતો વધીને 100 ડૉલર પ્રતિ બેરલ થઈ જાય છે તો આ એ CAD વધીને -2.5% સુધી પહોંચી શકે છે.

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા

Follow Us