
અમેરિકી સંસદને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે બે વાર ભારતનું નામ લીધુ અને આશંકાને અનુરૂપ જ તેમણે કહ્યુ કે દાયકાઓથી અન્ય દેશોએ આપણી વિરુદ્ધ ટેરિફનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે આપણો વારો છે. અમે આ જ ટેરિફનો તેની સામે ઉપયોગ કરશુ. ટ્રમ્પે કહ્ય કે જો તમે ટ્રમ્પ પ્રશાસન અંતર્ગત અમેરિકામાં તમારો સામાન નથી બનાવતા તો તમારે ટેરિફ આપવો પડશે અને કેટલાક કેસમાં તો તગડો ટેરિફ આપવો પડશે. હવે જો અમેરિકા ભારત પર ટેરિફ વસુલવા લાગે તો શું થાય તે સમજીએ… એક દેશ બીજા દેશ પર એટલા માટે પ્રતિબંધ લગાવે છે જેથી તેના દેશનું ઉત્પાદન વધે. ઉદાહરણ તરીકે સમજીએ તો ભારત પોતાને ત્યા અમેરિકાના સામાનને રોકવા માટે બોર્ડર પર એક ટેક્સ વસુલે છે જે કસ્ટમ ડ્યુટી તરીકે પણ ઓળખાય છે. અમેરિકાનો સસ્તો માલ ભારતના બઝારમાં વેચાવા લાગે તો આપણા દેશની સ્વદેશી કંપનીઓ વિકાસ નહીં કરી શકે. અમેરિકી કંપનીઓ જો સસ્તો માલ ભારતના બજારમાં વેચી દેશે તો અહીંથી તમામ પૈસા કમાઈને અમેરિકા લઈ જશે. આનાથી ગ્રાહકોને...
Published On - 9:20 pm, Thu, 6 March 25