GSTના નવા નિયમ સામે વેપારીઓએ કર્યો વિરોધ, CAITએ જણાવ્યુ કે ‘વેપારીઓને અન્યાય’

|

Dec 25, 2021 | 9:17 PM

જીએસટી વિભાગને લઈને કરવામાં આવેલી નવી જાહેરાતનો વેપારીઓએ વિરોધ કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ જણાવ્યું હતું કે 21 ડિસેમ્બરે એક સૂચના જાહેર કરતા કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ વિભાગ દ્વારા નાણાં અધિનિયમ 2021માં સુધારો કરતા કલમ 108, 109 અને 113થી 122ને 1 જાન્યુઆરીથી લાગુ કરી દીધી છે.

GSTના નવા નિયમ સામે વેપારીઓએ કર્યો વિરોધ, CAITએ જણાવ્યુ કે વેપારીઓને અન્યાય
(Symbolic Image)

Follow us on

જીએસટી (GST)ને લઈને કરવામાં આવેલી નવી જાહેરાતનો વેપારીઓએ વિરોધ કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે (Shankar Thakkar) જણાવ્યું હતું કે કેન્દ્રીય પરોક્ષ કર (Central Indirect Taxes) અને કસ્ટમ વિભાગ (Customs Department) દ્વારા 21મી ડિસેમ્બરે એક સૂચના જાહેર કરીને નાણાં અધિનિયમ 2021માં સુધારો કરીને કલમ 108, 109 અને 113થી 122 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી છે. ઉપરાંત, CGST કાયદાની કલમ 16માં સુધારો કરીને પેટા નિયમ A ને AA દ્વારા બદલવામાં આવ્યો છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તેમણે વધુમાં કહ્યું કે અત્યાર સુધી વેપારીને GSTR 2Bના આધારે ખરીદેલા માલ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળતો હતો. તેમણે કહ્યું કે જો કોઈ સપ્લાયર (વિક્રેતા)એ તેમનું GSTR 1 ફાઈલ કર્યું નથી તો તે GSTR 2 Bમાં દેખાતા ITCના 5% પ્રોવિઝનલ ITC તરીકે લઈ શકતો હતો. પરંતુ આ ફેરફારમાં હવે GSTR 2Bમાં દેખાતા ITCનો જ લાભ મળશે.

 

તેમણે કહ્યું કે જો કોઈ સપ્લાયર (વિક્રેતા)એ તેનું બિલ અપલોડ કર્યું નથી તો તે બિલ પરના ટેક્સની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ રહેશે નહીં, આ ઈનપુટ ટેક્સ ક્રેડિટ ત્યારે જ ઉપલબ્ધ થશે, જ્યારે સપ્લાયર (વિક્રેતા) તેનું બિલ પોર્ટલ પર અપલોડ કરશે.

 

કૈટે વેપારીઓને સજા આપનાર ફેરફાર ગણાવ્યો

ઠક્કરે કહ્યું કે આ ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે જો કોઈ સપ્લાયર (વિક્રેતા) પોતાનું બિલ પોર્ટલ પર અપલોડ ન કરે તો ખરીદનારને દંડ ફટકારવો બિલકુલ ખોટું છે. વિભાગ પાસે દરેક વેપારીની બેંક વગેરેની વિગતો છે, તેથી ખરીદનારને સજા કરવી તે બિલકુલ ખોટું છે.

 

કૈટના  મેટ્રોપોલિટન જનરલ સેક્રેટરી તરુણ જૈને જણાવ્યું હતું કે જ્યારે વેપારી આવી ખરીદી માટે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરશે અને આવતા મહિને સપ્લાયર (વિક્રેતા) પોર્ટલ પર બિલ અપલોડ કરશે તો શું વિભાગ તે ટેક્સને ક્રેડિટ લેજરમાંથી એડજસ્ટ કરવાને બદલે વેપારીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે?

 

 

જ્યારે કૈટના મેટ્રોપોલિટન વાઈસ ચેરમેન દિલીપ મહેશ્વરીએ કહ્યું કે જ્યારે આ નિયમ આવ્યો ત્યારે 20% પ્રોવિઝનલ ઈનપુટ ટેક્સ લેવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બાદમાં તેને 10% અને 5% કરવામાં આવ્યો. ત્યારે પણ કૈટ દ્વારા દરેક સરકારી અને બિનસરકારી ફોરમમાં તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આવનારા સમયમાં સરકાર આ પ્રોવિઝનલ ઈનપુટ ટેક્સ ક્રેડિટ નાબૂદ કરી દેશે અને એવું જ થયું. તેમણે કહ્યું કે જો સરકારને ટેક્સની ખૂબ જ જરૂર હોય તો વેપારી પાસેથી લોન લો. પોતાના ખર્ચા ઉઠાવતો વેપારી પોતાના પરીવારની સાથે સાથે મંત્રીઓને પણ સંભાળી લેશે.

 

 

આ પણ વાંચો :  KUTCH : અદાણી ટ્રાન્સમિશનને ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન સિસ્ટમ્સનો 35 વર્ષનો પ્રોજેક્ટ મળ્યો

Next Article