પીએમ કિસાન (PM Kisan)ના 9 મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. 2000 રૂપિયા (9th Installment) ના હપ્તાનો ઇંતેજાર આજે સમાપ્ત થવાનો છે. આજે સરકાર ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવા જઈ રહી છે.આજે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi scheme)ના રજિસ્ટર્ડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાનો 9 મો હપ્તો જમા કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોને નાણાંના 8 હપ્તા આપ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નાણાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે.
देश के परिश्रमी किसानों के जीवन को अधिक से अधिक आसान बनाने के लिए हमारी सरकार निरंतर कार्य कर रही है। इसी कड़ी में मुझे कल दोपहर 12.30 बजे ‘पीएम किसान सम्मान निधि’ की अगली किस्त जारी करने का सौभाग्य प्राप्त होगा। https://t.co/cnVqCQZuNP
— Narendra Modi (@narendramodi) August 8, 2021
લાભાર્થી યાદીમાં તમારું નામ આ રીતે તપાસો
1. પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.
2. તેના હોમપેજ પર તમને farmers corner વિકલ્પ દેખાશે.
3. ફાર્મર્સ કોર્નર વિભાગમાં તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે.
5. આગળ તમારે Get Reportપર ક્લિક કરવું પડશે. હવે લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.
9માં હપ્તા ની રકમ ન મળે તો હેલ્પલાઈન પર ફરિયાદ કરો
જો કિસાન સન્માન નિધિનો 9 મો હપ્તો બેંક ખાતામાં ન પહોંચે તો પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે, કેન્દ્ર સરકારે 011-24300606 / 011-23381092 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. આ સિવાય સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિશન હેલ્પ ડેસ્ક પણ ઈ-મેલ pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકે છે.
આ રીતે રજીસ્ટ્રેશન કરો
તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઘરે બેઠા નોંધણી કરાવી શકો છો. આ માટે, તમારી પાસે તમારા ખેતીના દસ્તાવેજ, આધારકાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો આવશ્યક છે. તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ, pmkisan.nic.in ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકો છો.
આ પણ વાંચો : Income Tax: Increment થી પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? ફટાફટ કરો આ કામ નહીંતર ટેક્સ ભરવો પડી શકે છે, જાણો વિગતવાર
Published On - 7:23 am, Mon, 9 August 21