
નાણા મંત્રાલયે રેલ્વેની જાહેર ક્ષેત્રની કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) માં 5.36 ટકા હિસ્સો ઘટાડવાનો નિર્ણય કર્યો છે જેના માટે આજે 27 જુલાઈના રોજ ઓફર ફોર સેલ (OFS) ખુલશે તેમ સરકારે જણાવ્યું હતું.RVNL OFS માટે ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેર દીઠ રૂપિયા 119 હશે. આ RVNLના વર્તમાન બજાર ભાવથી લગભગ 11 ટકાના ડિસ્કાઉન્ટ પર છે. 26 જુલાઈના રોજ BSE પર સ્ક્રિપ 3.87 ટકા વધારા સાથે રૂપિયા 134.35 પર બંધ થઈ હતી.
OFS નોન-રિટેલ અને રિટેલ રોકાણકારો માટે અનુક્રમે જુલાઈ 27 અને જુલાઈ 28 ના રોજ ખુલ્લું રહેશે.
“આરવીએનએલમાં વેચાણની ઑફર નો-રિટેલ રોકાણકારો માટે ખુલશે. રિટેલ રોકાણકારો શુક્રવારે બિડ કરી શકે છે. સરકાર 1.96 ટકાના green shoe option સહિત 5.36 ટકા ઇક્વિટીનું વેચાણ કરશે” તેમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ એક ટ્વીટમાં જણાવ્યું હતું.
આ અંગેના અહેવાલો જુલાઈના પ્રથમ પખવાડિયામાં જ વહેતા થયા હતા કે સરકાર RVNLમાં OFSની યોજના બનાવી રહી છે. રેલ પીએસયુમાં 5.36 ટકા હિસ્સાની રકમના 11.17 કરોડ શેર્સ ઑફલોડ કરવાનો પ્રસ્તાવ છે. નિયમનકારી ફાઇલિંગ અનુસાર, ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં 1.96 ટકાના green shoe optionનો સમાવેશ થશે. OFS એ એક સરળ પદ્ધતિ છે જેમાં જાહેર કંપનીઓના પ્રમોટરો તેમના શેર વેચી શકે છે અને એક્સચેન્જો માટે બિડિંગ પ્લેટફોર્મ દ્વારા પારદર્શક રીતે તેમની હોલ્ડિંગ ઘટાડી શકે છે.
RVNL પ્રોજેક્ટ અમલીકરણ અને પરિવહન માળખાના વિકાસ માટે રેલવે મંત્રાલયના બાંધકામ શાખા તરીકે કામ કરે છે. તેણે તાજેતરમાં ઓડિશામાં NH-53 ના ચંડીખોલ-પારાદીપ સેક્શનના પુનર્વસન અને અપગ્રેડેશન માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પાસેથી રૂ. 808 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.વર્ષ 2023-24 માટે ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય રૂ. 51,000 કરોડ છે.
ગ્રીનશૂ વિકલ્પ એ ઓવર-એલોટમેન્ટ વિકલ્પ છે. પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) ના સંદર્ભમાં તે અંડરરાઈટિંગ કરારમાં એક જોગવાઈ છે જે અંડરરાઈટરને ઈશ્યુઅર દ્વારા શરૂઆતમાં આયોજન કરતાં રોકાણકારોને વધુ શેર વેચવાનો અધિકાર આપે છે જો સિક્યોરિટી ઈશ્યૂની માંગ અપેક્ષા કરતાં વધુ સાબિત થાય છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) ના શેર 3 વર્ષમાં 1015% ની નજીક વધ્યા છે. 27 માર્ચ, 2020 ના રોજ રાજ્ય સંચાલિત રેલ કંપનીનો શેર BSE પર રૂ. 12.80 પર હતો. BSEમાં 24 જુલાઈ, 2023ના રોજ રેલ વિકાસ નિગમના શેર રૂ.146.65 પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 365%નો વધારો થયો છે. 25 જુલાઈ, 2022ના રોજ, BSEમાં રેલ વિકાસ નિગમના શેર રૂ. 30.85 પર હતા જે હવે રૂ. 146.65 પર પહોંચી ગયા છે.