MONEY9: એર ટિકિટ સસ્તામાં મેળવવાની ટિપ્સ, જુઓ આ વીડિયો

| Edited By: | Updated on: Feb 22, 2022 | 6:10 PM

જો તમે એકલા કે પરિવાર સાથે હવાઇ મુસાફરી (AIR TRAVEL)નું આયોજન કરી રહ્યા છો અને જો તમે ઈચ્છો છો કે, ફ્લાઈટની ટિકિટ (FLIGHT BOOKING) સૌથી ઓછી કિંમતમાં મળી જાય, તો મની નાઈનનો આ વીડિયો તમારે ચોક્કસપણે જોવો જોઈએ.

જો તમે એકલા કે પરિવાર સાથે હવાઇ મુસાફરી (AIR TRAVEL)નું આયોજન કરી રહ્યા છો અમે તમારા માટે મહત્વની માહિતી લઇને આવ્યા છીએ. કોઈ પણ પ્રવાસના ખર્ચનો સૌથી મોટો હિસ્સો ફ્લાઈટની ટિકિટ (TICKET)નો જ હોય છે. જો તમે ઈચ્છો છો કે, ફ્લાઈટની ટિકિટ (FLIGHT BOOKING) સૌથી ઓછી કિંમતમાં મળી જાય, તો મની નાઈનનો આ વીડિયો તમારે ચોક્કસપણે જોવો જોઈએ.

એવી ઘણી એપ્સ અને સર્ચ એન્જિન છે, જે તમને સસ્તામાં એરલાઈન ટિકિટ અપાવી શકે છે. આ સિવાય પણ એવા ઘણા ઉપાય છે, જે ફ્લાઈટની સસ્તી ટિકિટ બૂક કરાવવામાં તમારી મદદ કરી શકે છે. સૌથી પહેલાં તો, તમારે ફ્લાઈટની ટિકિટ અઠવાડિયાના વચ્ચેના દિવસની લેવી જોઈએ. વીક-ડે દરમિયાન ટિકિટ લેવાનો પ્રયાસ કરો, કારણ કે, વીકેન્ડ દરમિયાન ટિકિટ મોંઘી હોય છે. વીકેન્ડ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા વધારે હોવાથી ફ્લાઈટની કિંમત પણ મોંઘી થઈ જાય છે.

જો તમે તારીખોના મામલે ફ્લેક્સિબલ રહેશો તો ફાયદામાં રહેશો. એટલે, એવા દિવસ માટે ટિકિટ ખરીદો જે દિવસની આસપાસના દિવસો કરતાં ટિકિટ સસ્તી હોય. તમારે બજેટ એરલાઈનનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જે રૂટ પર બજેટ એરલાઈનની ફ્લાઈટ ન હોય, ત્યાં તમે અન્ય એરલાઈનની ફ્લાઈટ બૂક કરાવી શકો છો.

 

આ પણ જુઓ

MONEY9: હોટેલ બૂકિંગ માટે બેસ્ટ ડીલ કેવી રીતે મેળવશો ? જુઓ વીડિયો

આ પણ જુઓ

MONEY9: ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવામાં ફાયદો કે નુકસાન ?