જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank of India)ના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. જો તમે SBI ATMમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો તો તમે OTP દાખલ કર્યા વિના તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં. બેંકે એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંક છેતરપિંડીના ઘણા મામલા સામે આવ્યા છે. SBI ખાતાધારકોને ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP નાખવો જરૂરી બની જશે. OTP વગર તમે ડેબિટ કાર્ડ દ્વારા ATMમાંથી પૈસા નહીં ઉપાડી શકો.
આ છેતરપિંડીની ઘટનાઓને રોકવા અને વેરિફિકેશન કરવા માટે હવે SBIએ OTP આધારિત વ્યવહારો શરૂ કર્યા છે. બેંકે આ નવી સુવિધા જાન્યુઆરી 2022ના મહિનાથી જ શરૂ કરી છે. હવે જ્યારે પણ તમે SBI ATMમાંથી રોકડ ઉપાડવા જશો તો સૌથી પહેલા તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તમારે આ OTP દાખલ કરવો પડશે. આ પછી હવે ગ્રાહક રોકડ ઉપાડી શકશે. 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર OTP આધારિત રોકડ ઉપાડની સુવિધા ઉપલબ્ધ થશે.
SBIએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ મામલે માહિતી આપી છે કે OTP આધારિત રોકડ ઉપાડ સિસ્ટમ બેંકિંગ ફ્રોડ કરનારા લોકો સામે વેક્સીન તરીકે કામ કરશે. બેંકની પ્રથમ પ્રાથમિકતા ગ્રાહકોના પૈસાની સુરક્ષા કરવાની છે.
Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/6U9PHoWmXG
— State Bank of India (@TheOfficialSBI) March 27, 2022