હાલના સમયમાં શેરબજાર (Stock Market) રોકાણકારોને સારો લાભ આપી રહ્યું છે. જે રોકાણકારોએ લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે તો તેઓને જબરદસ્ત વળતર મળી રહ્યું છે. ટાટા ગ્રુપ(Tata Group)નો આવો જ એક સ્ટોક છે જેણે લાંબાગાળાના રોકાણ સામે બમ્પર વળતર આપ્યું છે. અમે ટાટા ગ્રુપની કંપની Tata Elxsi ની વાત કરી રહ્યા છીએ. 10 વર્ષમાં Tata Elxsi નો શેર 104.68 રૂપિયાથી વધીને 4917 રૂપિયા થયો. આ સમયગાળા દરમિયાન Tata Elxsi ના શેરે એ 47 ગણું રિટર્ન આપ્યું છે.
Tata Elxsi ના શેરની પ્રાઇસ હિસ્ટ્રી
Tata Elxsi નો શેર 2021 નો મલ્ટિબેગર શેર(Multibagger stock) સાબિત થયો છે. Tata Elxsiના શેરે આ વર્ષે અત્યાર સુધીમાં 163 ટકા રિટર્ન આપ્યું છે. વર્ષ 2021 ની શરૂઆતમાં Tata Elxsi ના શેરની કિંમત 1884.95 રૂપિયા હતી, જે આજે વધીને 4917 રૂપિયા થઈ ગઈ છે. જો છેલ્લા 6 મહિનાના ભાવ પર નજર કરીએ તો તે 2670.30 રૂપિયાથી વધીને 4917 રૂપિયા થયો છે.
Tata Elxsiના શેરે છેલ્લા એક વર્ષમાં 300 ટકાનું રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા તેના શેરની કિંમત 1239.60 રૂપિયા હતી જે આજે 4917 રૂપિયા પર પહોંચી ગઈ છે. જો આપણે 10 વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો 2011 માં Tata Elxsi નો શેર 104.68 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો અને તે હાલ 4,917 રૂપિયા પર છે.
રોકાણકારોને 6 મહિનામાં જબરદસ્ત રિટર્ન મળ્યું
જો તમે 6 મહિના પહેલા Tata Elxsi માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તમારું રોકાણ 1.85 લાખ રૂપિયા થયું હશે. તેવી જ રીતે જો તમે 5 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો આજે તમારું રોકાણ 4 લાખ રૂપિયા અને જો તમે 10 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો આજે તો આજે તમારી પાસે 47 લાખ રૂપિયા હશે.
શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય ?
SMC ગ્લોબલ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ મુદિત ગોયલે દરેક ઘટાડા પછી PaisaShares માં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે 4880 રૂપિયાના સ્તરે ખરીદો અને તેનો લક્ષ્યાંક 5120 રૂપિયા છે જ્યારે તેનો સ્ટોપલોસ 4800 રૂપિયા આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર