ખાદ્ય ઉત્પાદનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના રેટનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ (AAR) ની ગુજરાત બેન્ચે ચુકાદો આપ્યો છે કે પરોઠા(Parathas) પર 18 ટકા GST લાગશે. પરોઠા ખાવાના શોખીનો માટે આ માઠાં સમાચાર છે. જીએસટીનું નિયમન કરતી વખતે ઓથોરિટીએ પરાઠાને 18 ટકાના સ્લેબમાં રાખ્યા છે. આનો અર્થ એ થયો કે રોટલી પર 5 ટકા જીએસટી લાગશે પરંતુ પરાઠા પર 18 ટકા ટેક્સ ભરવો પડશે.
વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે એ પૂછ્યું હતું કે તેમના દ્વારા પૂરા પાડવામાં આવતા વિવિધ પ્રકારના પરોઠા- ખાખરા, ચપાતી કે રોટલી મુજબ 5% જીએસટી લાગુ પડશે? પોતાની વાત ભારપૂર્વક મુકવા માટે કંપનીએ વિવિધ અંગ્રેજી શબ્દકોશો અને વિકિપીડિયામાંથી પરોઠા શબ્દની વ્યાખ્યા લીધી હતી કારણ કે તે જીએસટી કાયદા અને નિયમોમાં તેમના હેઠળ વ્યાખ્યાયિત નથી.
ગુજરાત AAR એ શું કહ્યું?
ઓથોરિટીએ જણાવ્યું હતું કે ‘ખાખરા’, સાદી ચપાતી અથવા ‘રોટલી’ રાંધવામાં આવી હોત અને તેને ખાવા માટે ફરીથી રાંધવાની જરૂર ન રહે અને તે ખાવા માટે તૈયાર છે. બીજી બાજુ કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલ પરોઠા તેનાથી અલગ છે પરંતુ તેને આરોગવા બનાવવા માટે આગળની પ્રક્રિયાની જરૂર છે.
AAR એ તેના ઓર્ડરમાં જણાવ્યું હતું કે, રોટલી (1905) શ્રેણીમાં આવતા ઉત્પાદનો અગાઉથી તૈયાર અને સંપૂર્ણ રીતે રાંધેલા ખોરાક છે જ્યારે બીજી બાજુ પરોઠાને વપરાશ પહેલા ગરમ કરવું પડે છે.
અગાઉ કર્ણાટક ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે ચુકાદો આપ્યો હતો કે પરોઠા પર 18 ટકા જીએસટી દર લાગશે. રોટલી અને પરોઠા પર અલગથી જીએસટી લાદવાનો ચુકાદો આપતી બેન્ચે દલીલ કરી હતી કે રોટલી એ પહેલાથી બનાવેલી અથવા સંપૂર્ણ રીતે રાંધવામાં આવતી પ્રોડક્ટ છે જ્યારે વપરાશ માટે પીરસતાં પહેલાં પરાઠાને ગરમ કરવું પડે છે.
પાપડ પર GST લાગશે કે નહીં?
ગુજરાતની ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR) બેન્ચે GST ના દર અંગે નવી જાહેરાત કરી છે. AAR એ કહ્યું છે કે પાપડ પર કોઈ GST લાગશે નહીં. એટલે કે પાપડ પર જીએસટીનો દર શૂન્ય રહેશે.
ગુજરાતની AAR બેન્ચે જણાવ્યું હતું કે પાપડ અગાઉ હાથથી બનાવવામાં આવતા હતા અને તેનો ગોળાકાર આકાર હતો. હવે પાપડ વિવિધ પ્રકારના અને કદમાં બનાવવામાં આવે છે. ગુજરાત બેંચે કહ્યું, જ્યાં સુધી વિવિધ પાપડ બનાવવાની વાત છે, તે ઇન્ગ્રેડીએંટના કિસ્સામાં આ સમાન છે. ઉત્પાદન અને ઉપયોગની પદ્ધતિ પણ સમાન છે તેથી પાપડને HSN 19059040 શ્રેણીમાં રાખવામાં આવશે અને તેના પર કોઈ GST લાગશે નહીં.
આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી આ બેંક ની ચેકબુક બનશે નકામી ! જો તેમાં તમારું ખાતું હોય તો તાત્કાલિક આ પગલું ભરો નહીંતર પડશો મુશ્કેલીમાં
આ પણ વાંચો : LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?