આ છે હિમાલય વાળા બાબાનું ‘રાઝ’, સાથે બીચ પર ફરવા જતા હતા NSEના પૂર્વ MD-CEO ચિત્રા રામકૃષ્ણ

|

Feb 18, 2022 | 11:01 PM

NSE કર્મચારીઓનું કહેવું છે કે આ ત્રણેય (ચિત્રા, આનંદ અને સુનીતા) તેમના કામને ખૂબ જ પ્રોફેશનલ રીતે ચલાવતા હતા. આ જ કારણ છે કે સેબીને આ વાતનો ખ્યાલ નહોતો અને ચિત્રાએ લગભગ ત્રણ વર્ષ સુધી 80 મિલિયન રોકાણકારોની ભાવનાઓ અને પૈસા સાથે રમત રમી.

આ છે હિમાલય વાળા બાબાનું રાઝ, સાથે બીચ પર ફરવા જતા હતા NSEના પૂર્વ  MD-CEO ચિત્રા રામકૃષ્ણ
NSE Scam (Symbolic Image)

Follow us on

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEના પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણના (Chitra Ramakrishna) કૌભાંડમાં એ વાતનો ખુલાસો થયો છે કે હિમાલય બાબા, જેની તે આજ્ઞા પાળતા હતા, તે તેની નજીકની જ કોઈ વ્યક્તિ હતી. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે હિમાલયના આ અનામી બાબાની કોઈ ઓળખ નથી અને તે ચિત્રાને દૂરથી જ સૂચનાઓ આપતા હતા. પરંતુ, એક પ્રતીષ્ઠીત મીડીયા દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ચિત્રા આ બાબા સાથે સમુદ્રની વચ્ચે ફરતા હતા. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો ચિત્રા બાબાને મળ્યા ન હતા તો બીચ પર ફરવાની વાત કેવી રીતે ઉભી થઈ. એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ ચિત્રાની નજીકની વ્યક્તિ જ હતી.

તપાસમાં બહારા આવ્યા ચોકાવનારા ખુલાસા

એવું બહાર આવ્યું છે કે હિમાલય બાબાના કહેવા પર ચિત્રાએ આનંદ સુબ્રમણ્યમની નિમણૂક કરી હતી, તેમની પત્નીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. આનંદ સુબ્રમણ્યમના પત્ની સુનિતા આનંદને NSE દક્ષિણના વડા બનાવવામાં આવ્યા હતા. આ તમામ કાર્યો ચિત્રા દ્વારા બાબાની સૂચના પર કરવામાં આવ્યા હતા.

કેસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ચિત્રાનું દિલ્હીમાં મજબૂત કનેક્શન હતું. તેને દિલ્હીમાં કોઈપણ હિલચાલના સમાચાર મળતા હતા. આ જ કારણ છે કે લોકો તેની સામેની ફરિયાદો પર મૌન સેવતા હતા. સુબ્રમણ્યમે 12 સપ્ટેમ્બર, 2018ના પોતાના નિવેદનમાં કબૂલાત કરી હતી કે તે અનામી યોગીને છેલ્લા 22 વર્ષથી ઓળખતા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ચિત્રાને જાણનારાઓ પણ કહે છે કે ઉપરથી ખૂબ જ સરળ અને કોમળ દેખાતા ચિત્રાનો અસલી સ્વભાવ એવો નહોતો. તે ખૂબ જ સ્માર્ટ અને પ્રોફેશનલ હતી. NSE કર્મચારીઓનું કહેવું છે કે આ ત્રણેય (ચિત્રા, આનંદ અને સુનીતા) તેમના કામને ખૂબ જ પ્રોફેશનલ રીતે ચલાવતા હતા. આ જ કારણ છે કે સેબીને આ વાતનો ખ્યાલ નહોતો અને ચિત્રાએ લગભગ ત્રણ વર્ષ સુધી 80 મિલિયન રોકાણકારોની ભાવનાઓ અને પૈસા સાથે રમત રમી.

અગાઉ પણ પડ્યા હતા આવકવેરા વિભાગના દરોડા

અગાઉ, આવકવેરા વિભાગે કરચોરીના કેસની તપાસના ભાગરૂપે ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ સામે મુંબઈ અને ચેન્નાઈમાં તેમના ઠેકાણા ઉપર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરોડાની કાર્યવાહીનો હેતુ કરચોરી અને નાણાકીય અનિયમિતતાના આરોપોને ધ્યાનમાં રાખીને, તપાસ કરવા અને પુરાવા એકત્રિત કરવામાં આવી હતી.

ખરેખર, એવી શંકા હતી કે તેઓએ ત્રાહિત પક્ષો સાથે એક્સચેન્જ અંગેની ગુપ્ત માહિતી શેર કરીને ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવ્યો હશે. ઈન્કમટેક્સ વિભાગની મુંબઈ ઈન્વેસ્ટિગેશન વિંગે ગુરુવારે વહેલી સવારે રામકૃષ્ણ અને સુબ્રમણ્યમના ઘર પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેન્નાઈમાં રામકૃષ્ણના ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. સર્ચ ટીમોએ તે તમામ જગ્યાઓમાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે.

આ પણ વાંચો :  આ રીતે શેરબજારમાં સોનાનું ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ થશે, જાણો કઈ રીતે કરાશે રોકાણ અને શું છે નિયમ?

Next Article