આ Crypto Currency એ રોકાણકારોને 100 કલાકમાં કરોડપતિ અને પછી 10 મિનિટમાં રોડપતિ બનાવ્યાં, જાણો ચેતવણીરૂપ કિસ્સો

|

Nov 05, 2021 | 9:08 AM

Squid એ ગયા સપ્તાહની શરૂઆતમાં વેપાર શરૂ કર્યો. આ સમયે તેનો એક પૈસો ભાવ હતો પરંતુ અચાનક તેની કિંમત વધવા લાગી હતી. ક્રિપ્ટો એક્સચેન્જ Pancakeswap પર તેની કિંમત 38 ડોલર સુધી પહોંચીહતી.

આ Crypto Currency એ રોકાણકારોને 100 કલાકમાં કરોડપતિ અને પછી 10 મિનિટમાં રોડપતિ બનાવ્યાં, જાણો ચેતવણીરૂપ કિસ્સો
Crypto Currency Squid

Follow us on

ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર સાઉથ કોરિયન ડ્રામા સ્ક્વિડ ગેમે આ દિવસોમાં દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. શો સાથે સંકળાયેલ ક્રિપ્ટોકરન્સી SQUID રોકાણકારોને 100 કલાકથી પણ ઓછા સમયમાં 30,000 % થી વધુ આપ્યું પરંતુ થોડા જ કલાકોમાં તેમાં ભારે ઘટાડો થયો અને તેની કિંમત લગભગ શૂન્ય થઈ ગઈ હતી.રોકાણકારોને આ વધારો માટે ક્ષણિક અને આક્ડાઓમાં જોવા મળ્યો હતો. જ્યારે તેની કિંમત વધી ગઈ હતી ત્યારે રોકાણકારો તેને વેચી શક્યા ન હતા અને હવે તેની કિંમત એક પૈસો થઈ છે ત્યારે તે આઘાતમાં સરી પડયા છે.

Squid એ ગયા સપ્તાહની શરૂઆતમાં વેપાર શરૂ કર્યો. આ સમયે તેનો એક પૈસો ભાવ હતો પરંતુ અચાનક તેની કિંમત વધવા લાગી હતી. ક્રિપ્ટો એક્સચેન્જ Pancakeswap પર ત્યારે તેની કિંમત 38 ડોલર સુધી પહોંચીહતી. CoinMarketCap મુજબ સોમવારે દસ મિનિટમાં તેની કિંમત 628.33 થી વધીને 2,856.65 થઈ ગઈ હતી પરંતુ 5 મિનિટ પછી તે $0.0007 પર આવી ગયું હતું.

ઊંધા માટે પટકાયો
બ્લોકચેન સર્ચ એન્જીન અને એનાલિટિક્સ પ્લેટફોર્મ BscScan મુજબ 40,000 થી વધુ લોકો પાસે હજુ પણ Squid છે. ઇન્વેસ્ટર્સમાં મનીલાના 30 વર્ષીય John Lee નો પણ સમાવેશ થાય છે. તેણે આ ટોકન ખરીદવા માટે 1000 ડોલર ખર્ચ્યા હતા. તે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો કે તે તરત જ તેને વેચી શક્યો નહીં. હવે તે તેને વેચી શકે છે પરંતુ તેની કિંમત લગભગ શૂન્ય છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

Squid ના ભાવમાં ઘટાડો થવાનું કારણ સ્પષ્ટ નથી. તેના ક્રિએટર્સ વિશે પણ કોઈ જાણતું નથી. તેની વેબસાઈટ પણ ગાયબ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા ચેનલો પણ બંધ થઈ ગઈ છે. ટ્રેડિંગ પ્લેટફોર્મ Pancakeswap એ પણ જવાબ આપ્યો ન હતો. CoinMarketCap ના કન્ટેન્ટ હેડ Molly Jane Zuckerman ને ડર હતો કે તે છેતરપિંડીનો કેસ હોઈ શકે છે. આ ક્રિપ્ટોકરન્સી ચલાવતા રોકાણકારોએ રોકાણકારોને દંગ કરી દીધા હતા.

નિષ્ણાતોએ ચેતવણી આપી હતી
નિષ્ણાતોએ રોકાણકારોને આ ટોકન વિશે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે યુઝર્સ તેને પેનકેકસ્વેપ પર વેચી શકતા નથી. તેથી રોકાણકારોએ સાવધાનીપૂર્વક વેપાર કરવાની જરૂર છે. આ ક્રિપ્ટોનું પ્રી-સેલ 20 ઑક્ટોબરના રોજ શરૂ થયું હતું અને તેના વ્હાઇટપેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક સેકન્ડમાં વેચાઈ ગયો. Squid Game Netflix પર સૌથી વધુ જોવાયેલ શો બની ગયો છે.

આ પણ વાંચો :  Money Saving Tips : ફેસ્ટિવલ સીઝનમાં બિનજરૂરી ખરીદી તમારું ખિસ્સું ખાલી ન કરીદે તેનું ધ્યાન રાખો, અનુસરો આ 5 ટિપ્સ

 

આ પણ વાંચો : કરવેરા ભરતી વખતે PAN , TAN અને TIN જેવા શબ્દો સાંભળવા મળે છે, જાણો કોનો ક્યાં થાય છે ઉપયોગ અને ત્રણેય વચ્ચે શું છે તફાવત?

Next Article