આ બેંકે તેના ગ્રાહકોને આપ્યો ઝટકો, મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ 6% દંડ, જાણો કઈ બેંકે લાદયા આવા કડક નિયમ

જો ગ્રાહક બેંકમાં મિનિમમ બેલેન્સ નહી રાખે તો 6% દંડ લાદવામાં આવશે. આ નિયમ 1 જૂન, 2025થી અમલમાં આવશે. જાણો કઈ બેંકે આ નિયમ બહાર પાડ્યો.

આ બેંકે તેના ગ્રાહકોને આપ્યો ઝટકો, મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ 6% દંડ, જાણો કઈ બેંકે લાદયા આવા કડક નિયમ
| Updated on: May 09, 2025 | 6:30 PM

જો તમારું ખાતું ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપોર (DBS બેંક) ભારત શાખામાં છે અને તમે દર મહિને ખાતામાં સરેરાશ ₹10,000નું બેલેન્સ જાળવી રાખતા નથી, તો હવે તમારે વધુ દંડ ચૂકવવો પડશે. DBS બેંકે તાજેતરમાં પોતાના ગ્રાહકોને જાણ કરી છે કે 1 જૂન, 2025થી મિનિમમ બેલેન્સ ન જાળવવાના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. બેંક અનુસાર, જો ગ્રાહક તેમના ખાતામાં માસિક બેલેન્સ જાળવી શકતા નથી, તો હવે તેમની પાસેથી 6% દંડ વસૂલવામાં આવશે.

ઇમેલ દ્વારા જાણ

ગ્રાહકોને ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી. DBS બેંકે તેના ઈમેલમાં લખ્યું, “અમે તમારા બેંકિંગ અનુભવને ટ્રાન્સપરેન્ટ અને સારી બનાવવા માટે સમય સમય પર મહત્વપૂર્ણ માહિતી શેર કરીએ છીએ. એવામાં હવે નવો મિનિમમ બેલેન્સ નિયમ 1 જૂન, 2025થી અમલમાં આવશે.” 1 મે 2025થી, તમામ બેંકો મફત લેણદેણની મર્યાદા બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર રૂ. 23 સુધીનો ચાર્જ લઈ શકે છે. આ નિયમ 1 મે, 2025થી અમલમાં આવ્યો છે.

અગાઉ DBS બેંક 4% દંડ વસૂલતી હતી અને મહત્તમ દંડ રૂ. 400 જેટલો હતો. હવે, 1 જૂન 2025થી, દંડ વધારીને 6% કરવામાં આવ્યો છે અને તેની મર્યાદા રૂ. 500 રાખવામાં આવી છે. એટલે કે હવે દંડ અને મર્યાદા બંનેમાં વધારો થયો છે.

ટેક્સ લાગશે

આ નિયમ હેઠળ DBS બેંકે તેના ATM ટ્રાન્ઝેક્શન ફીમાં પણ ફેરફાર કર્યો છે. DBS બેંક સિવાય અન્ય કોઈપણ બેંકના ATMમાંથી જો ગ્રાહક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પાર કરીને વધુ વખત પૈસા ઉપાડે છે, તો દરેક વધારાના ટ્રાન્ઝેક્શન માટે રૂ. 23 ચાર્જ લાગશે. આ સિવાય GST તથા અન્ય ટેક્સ અલગથી લાગશે.

ડીબીએસ બેંકે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ગ્રાહકો પોતાના ATMમાંથી ગમે તેટલી વખત રોકડ ઉપાડી શકે છે અને આના પર કોઈ ચાર્જ લાગશે નહીં.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..