તમારી આ ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે, જાણો વિગતવાર

|

Mar 18, 2022 | 9:56 AM

તમે બેંકમાં કરંટ અથવા બચત ખાતું કોઈપણ ખાતું ખોલી શકો છો બેંકમાં ખાતું હોવાથી આપણું કામ સરળ બને છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે.

તમારી આ ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે, જાણો વિગતવાર
બેંકના આ નિયમો જાણવા જરૂરી

Follow us on

પ્રધાનમંત્રી જન ધન યોજના(pradhan mantri jan dhan yojana) શરૂ થઈ ત્યારથી દેશના લગભગ દરેક પરિવાર પાસે પોતાનું બેંક ખાતું(Bank Account) છે. ઘણા લોકો પાસે એક કરતા વધુ બેંક ખાતા પણ છે. આવી સ્થિતિમાં જરૂરિયાત મુજબ ઘણા લોકો બેંક ખાતાની સાથે ઇન્ટરનેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેની સુવિધા પણ લે છે. તમે બેંકમાં કરંટ અથવા બચત ખાતું કોઈપણ ખાતું ખોલી શકો છો બેંકમાં ખાતું હોવાથી આપણું કામ સરળ બને છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. અહેવાલ દ્વારા જાણો કે ક્યાં કારણોથી બેંક વ્યક્તિનું ખાતું બંધ કરી શકે છે

 બે વર્ષ સુધી ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન થવાના કિસ્સામાં

તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર જો કોઈ બેંક ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થતું તો તે ખાતાને નિષ્ક્રિય ખાતું માનવામાં આવે છે. બેંક આવા ખાતાને નિષ્ક્રિય યાદીમાં મૂકે છે. આ પ્રકારના ખાતામાં જમા કરવામાં આવેલા પૈસા પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી.

બેંક ખાતામાં KYC અપડેટ ન કરવા બદલ

જો ગ્રાહક તેના ખાતા પર KYC અપડેટ ન કરે તો ખાતું બંધ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર દરેક ખાતાધારકે દર ત્રણ વર્ષે એકવાર KYC અપડેટ કરવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે બેંક ખાતાધારકનું ખાતું ફ્રીઝ કરી શકે છે. આવી સ્થિતિમાં તમે તમારી બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકશો નહીં.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

કોઈપણ પુરાવા વગર ખાતામાં પૈસા મળવા પર

જો કોઈ સ્ત્રોતની યોગ્ય જાણકારી વગર ખાતાધારકના ખાતામાં મોટી રકમ આવે છે તો આવી સ્થિતિમાં ખાતાધારકને ફ્રીઝ કરી શકાય છે. ઉદાહરણ તરીકે અચાનક કોઈના ખાતામાં 10 કરોડ રૂપિયા આવી જાય છે જેના સ્ત્રોતની તેની પાસે સાચી માહિતી નથી. તો આવી સ્થિતિમાં બેંક પાસે આવા ખાતાને ફ્રીઝ કરવાનો અધિકાર છે.

કોઈપણ શંકાસ્પદ અથવા ખોટા વ્યવહારના કિસ્સામાં

જો કોઈ ખાતાધારકના ખાતામાંથી કોઈ પ્રકારની છેતરપિંડી થઈ હોય અથવા વિદેશી ખાતામાંથી તેના ખાતામાં પૈસા આવ્યા હોય તો આવી સ્થિતિમાં ખાતું ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ફરી ક્રૂડ 100 ડોલરને પાર પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર

આ પણ વાંચો : રિઝર્વ બેંક Paytm ને કેમ શંકાની નજરે જોઈ રહી છે, જાણો શું છે મામલો

Next Article