Gujarati NewsBusinessThese banks are giving good interest to senior citizens on FD know the list
Senior Citizen: સીનિયર સિટીઝનને FD પર આ બેંકો આપી રહી છે સારું વ્યાજ, જાણો કઈ બેંક કેટલું આપે છે વ્યાજ?
કોઈપણ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા માંગો છો, તો કેટલીક બેંકો તમને તમારા સારા વળતર માટે વધુ વ્યાજ દર આપી રહી છે.
These banks are giving good interest to senior citizens
Follow us on
જો તમે સીનિયર સિટીઝનની શ્રેણીમાં આવો છો કે તમારા ઘરમાં પણ કોઈ સીનિયર સિટીઝન છે અને તમે કોઈપણ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા માંગો છો, તો કેટલીક બેંકો તમને તમારા સારા વળતર માટે વધુ વ્યાજ દર આપી રહી છે. કારણ કે FD એ સીનિયર સિટીઝન્સ માટે પસંદગીના રોકાણનું મુખ્ય માધ્યમ છે. જણાવી દઉં તો દેશની મોટાભાગની સૌથી મોટી ધિરાણ આપતી બેંકો સામાન્ય ગ્રાહકોને આપવામાં આવતા વ્યાજ કરતાં 50 બેસિસ પોઈન્ટ્સ (bps) વધુ ચૂકવે છે.
રેપો રેટ વધતા ધિરાણમાં વધારો
મે 2022 થી આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી, બેંકો ધિરાણ તેમજ થાપણ દરમાં વધારો કરી રહી છે. આથી, FD રોકાણકારો તેમની થાપણો પર આકર્ષક વળતર જોઈને ખુશ છે. રેપો રેટમાં વધારા સાથે વ્યાજ દરો ઉપર જઈ રહ્યા છે. રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસેથી નાણાં ઉછીના લે છે.
વ્યાજ દરમાં છઠ્ઠી વખત વધારો
સ્ટીકી કોર ફુગાવાને ટાંકીને, રિઝર્વ બેન્કે 8 ફેબ્રુઆરીએ બેન્ચમાર્ક પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ગયા વર્ષે મે મહિનાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વ્યાજ દરમાં છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો હતો, જે કુલ 250 બેસિસ પોઈન્ટ્સ સુધી લઈ ગયો હતો. અહીં ટોચની ધિરાણ આપતી બેંકોની યાદી છે જે વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે.