1 ઓક્ટોબરથી નકામી થશે આ 3 બેંકની ચેકબુક, તાત્કાલિક બદલો નહીંતર તમારા વ્યવહાર અટકી જશે

|

Sep 26, 2021 | 7:04 AM

આ ત્રણ બેંકોના નામ અલ્હાબાદ બેંક, ઓરિએન્ટલ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા છે.1 ઓક્ટોબર, 2021 થી બેન્કોના મર્જરને કારણે ખાતા નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બેન્કિંગ સિસ્ટમ જૂનો ચેક રિજેક્ટ કરી દેશે.

1 ઓક્ટોબરથી નકામી થશે આ 3 બેંકની ચેકબુક, તાત્કાલિક બદલો નહીંતર તમારા વ્યવહાર અટકી જશે
Old checkbook will be useless from October 1

Follow us on

ઓક્ટોબર મહિનામાં ત્રણ બેન્કોની ચેકબુક(Cheque Book) નકામી થઈ જશે. આ ચેકબુક તે બેન્કોની છે જે મર્જ થઈ રહી છે. આ બેંકોએ તેમના ગ્રાહકોને તેમની જૂની ચેકબુક સમયસર બેંકમાં જમા કરાવવા અને નવી લેવા માટે કહ્યું છે નહીંતર બાદમાં ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા આવશે. આ ત્રણ બેંકોના નામ અલ્હાબાદ બેંક(allahabad bank), ઓરિએન્ટલ બેંક(oriental bank of commerce – obc) અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા(united bank of india) છે.1 ઓક્ટોબર, 2021 થી બેન્કોના મર્જરને કારણે ખાતા નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બેન્કિંગ સિસ્ટમ જૂનો ચેક રિજેક્ટ કરી દેશે.

આ બે બેંક PNB માં મર્જ થઇ રહી છે
પંજાબ નેશનલ બેંક(Punbab National Bank)માં મર્જ થયેલી બે બેન્કો વિશે વાત કરો. તેમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC) અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા (UBI) મર્જ થઇ રહી છે. 1 ઓક્ટોબરથી આ બે બેન્કોની ચેકબુક નકામી થઈ જશે. આ અંગે પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે સમયસર નવી ચેકબુક મેળવો નહીંતર જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી કામ નહીં કરે. પંજાબ નેશનલ બેન્ક મુજબ તમે બેંકની શાખા પર જાઓ અને જૂની ચેકબુક જમા કરો અને નવી મેળવો અથવા જો કોઈ મોબાઈલ એપ હોય તો તમે તેના પર નવી ચેક બુક માટે અરજી કરી શકો છો.

અલ્હાબાદ બેંક અને ઇન્ડિયન બેન્કના કસ્ટમર માટે અગત્યની માહિતી
ઈન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકનું વિલીનીકરણ થઈ ગયું છે. ગ્રાહકોએ હવે ઇન્ડિયન બેંકની નવી ચેકબુક જારી કરવી પડશે. 1 ઓક્ટોબરથી અલ્હાબાદ બેંકની જૂની ચેકબુક માન્ય રહેશે નહીં અને તેમાંથી કોઈ લેવડદેવડ કરી શકાશે નહીં. ઇન્ડિયન બેંકે ગ્રાહકોને તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર નવી ચેકબુક મેળવવા વિનંતી કરી છે. અલ્હાબાદ બેંકે એક ટ્વીટમાં કહ્યું છે કે નવી ચેક બુક મંગાવીને ગ્રાહકો ઇન્ડિયન બેંક સાથે સીમલેસ બેન્કિંગ અનુભવનો આનંદ માણી શકે છે. જો કે, 1 ઓક્ટોબર 2021 થી જૂની ચેકબુક સ્વીકારવામાં આવશે નહીં. અલ્હાબાદ બેંકના ગ્રાહકો બેંકની શાખાની મુલાકાત લઈને નવી ચેક બુક માટે અરજી કરી શકે છે અથવા તેની મોબાઈલ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ઘરે બેઠા ચેકબુક માટે પણ સરળતાથી અરજી કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બેંકોએ આ પગલું ભરવું પડ્યું કારણ કે તાજેતરના વર્ષોમાં ઘણી બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે. સરકારે બેંક મર્જર યોજના હેઠળ સિન્ડિકેટ બેંક અને કેનેરા બેંકનું મર્જર કર્યું. તેવી જ રીતે કોર્પોરેશન બેંક અને આંધ્ર બેંકનું યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. આ બેંકોએ ગ્રાહકોને ચેકબુક અને એમઆઈઆરસી સંબંધિત વિનંતી પણ કરી હતી જેથી કરીને પછીથી ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યા ન આવે.

વર્ષ 2020 માં બેંકોનું વિલીનીકરણ થયું
ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાને ગયા વર્ષે 1 એપ્રિલ 2020 ના રોજ PNBમાં મર્જ કરવામાં આવ્યા હતા. હવે UBI અને OBC નું તમામ કામ PNB હેઠળ થઈ રહ્યું છે. તદનુસાર, આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર પણ બદલાઈ રહ્યા છે. બંને બેન્કોના કોડ હવે PNB ના કોડ સાથે ચાલશે. PNB જાહેર ક્ષેત્રની બેન્કોમાં બીજી સૌથી મોટી બેંક છે. પ્રથમ ક્રમે SBI નું નામ આવે છે. અગાઉ PNB એ UBI અને OBC માટે નવો IFSC કોડ અને MICR જારી કર્યો હતો.

 

આ પણ વાંચો :  2024 સુધીમાં ભારતીય શેરબજાર વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરબજાર બનશે, વેલ્યુએશન 5 ટ્રિલિયન ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ

 

આ પણ વાંચો : ફાટેલી ચલણી નોટ સ્વીકારવાનો બેંક ઇન્કાર કરે છે ? જાણો RBI નો આ નિયમ જે તમને પૂરેપૂરું મૂલ્ય અપાવશે

Next Article