આવી રહી છે Internet Startups IPOની ભરમાર, દેશમાં હાલ 42 યુનિકોર્ન

|

Feb 06, 2021 | 7:37 PM

Internet Startups IPO: ભારતની ઈન્ટરનેટ ક્ષેત્રની ઘણી કંપનીઓ લિસ્ટેડ થઈ શકે છે. ઈ-કોમર્સથી ફુડ-ડિલીવરી અને ઈન્સ્યુરન્સ સ્ટાર્ટઅપ્સ આમાં શામેલ છે.

આવી રહી છે Internet Startups IPOની ભરમાર, દેશમાં હાલ 42 યુનિકોર્ન
7 companies are launching IPO in August

Follow us on

Internet Startups IPO: ભારતની ઈન્ટરનેટ ક્ષેત્રની ઘણી કંપનીઓ લિસ્ટેડ થઈ શકે છે. ઈ-કોમર્સથી ફુડ-ડિલીવરી અને ઈન્સ્યુરન્સ સ્ટાર્ટઅપ્સ આમાં શામેલ છે. ‘ઈન્ટરનેટ ઓફ ઈન્ડિયા’ પરના એચએસબીસી ગ્લોબલ રિસર્ચના અહેવાલમાં જણાવાયું છે કે આ સ્ટાર્ટ-અપ કંપનીઓનું સામૂહિક મૂલ્યાંકન 2025 સુધીમાં 180 અબજ ડોલર થઈ જશે.

 

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ ભારતીય ઈન્ટરનેટ ઈકોનોમીનું સ્તર અને પરિપક્વતા વધે છે તેમ તેમ વધુ મૂલ્ય પ્રાપ્ત થાય છે અને રોકાણની તકો ઉભી થઈ રહી છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારતે ઈન્ટરનેટ સ્ટાર્ટઅપ્સમાં 60 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. માત્ર 2020માં તેમાં 12 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં ઈન્ટરનેટ સ્ટાર્ટ-અપ કંપનીઓ (ફિનેટેક)નું માર્કેટ વેલ્યુએશન 180 અબજ ડોલર સુધી પહોંચી જશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

એક અબજ ડોલરથી વધુ મૂલ્યાંકનવાળા 42 સ્ટાર્ટ અપ્સ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફૂડ-ડિલીવરીથી લઈને ઈ-કૉમર્સ અને ઈન્સ્યુરન્સક્ષેત્ર સુધીની ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓ હવે લિસ્ટિંગની નજીક છે. એચએસબીસીના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં એક અબજ ડોલરથી વધુ મૂલ્યાંકનવાળા 42 સ્ટાર્ટ અપ્સ છે. તે જ સમયે 45 સ્ટાર્ટ-અપ કંપનીઓ છે કે જે ટૂંક સમયમાં યુનિકોર્ન(એક અબજ ડોલરથી વધુ મૂલ્યાંકનવાળા) ક્લબમાં જોડાવાની ક્ષમતા ધરાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌથી ઝડપી ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ કંપનીઓ આગળ વધી રહી છે. 2025 સુધીમાં તેમનું બજાર મૂલ્યાંકન 67 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે 2019માં 31 અબજ ડોલર હતો.

 

એમેઝોન અને ફ્લિપકાર્ટ 80 ટકા બિઝનેસ મેળવે છે

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આજે એમેઝોન અને ફ્લિપકાર્ટ 80 ટકા કબ્જો ધરાવે છે, પરંતુ ટૂંક સમયમાં આ ચિત્ર બદલાઈ શકે છે. રિલાયન્સ જિયો એક મોટા હરીફ તરીકે ઉભરી રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 48 ટકા રિટેલ ખર્ચ કરિયાણા પર છે. આ આંકડો ચીનમાં 15 ટકા અને અમેરિકામાં 10 ટકા છે.

 

આ પણ વાંચો: Vadodara : વૉર્ડ નંબર-8માંથી સ્વેજલ વ્યાસે અપક્ષ ઉમેદવારી નોંધાવી

Next Article