ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત આટલા લાખ કરોડ રૂપિયા ખર્ચાયા

|

Dec 04, 2021 | 3:50 PM

અહેવાલ મુજબ, માસિક કાર્ડ ખર્ચ ઓક્ટોબરમાં પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડને વટાવીને રૂ. 1,01,200 કરોડ સુધી પહોંચ્યો હતો. અગાઉના મહિનાની સરખામણીમાં 26 ટકાનો વધારો થયો છે.

ભારતીયોમાં લોન લઈને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત આટલા લાખ કરોડ રૂપિયા ખર્ચાયા
Credit Card (Symbolic Image)

Follow us on

ભારતીયોમાં લોન લઈને ખરીદી (Shopping) કરવાનું ચલણ વધવા લાગ્યું છે. કોવિડ(Covid-19)ના કારણે બચત પર અસર અને ક્રેડિટ કાર્ડ મેળવવાની સરળતાને કારણે આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અહેવાલ મુજબ ઓક્ટોબર મહિના દરમિયાન એટલે કે છેલ્લી તહેવારોની સિઝન દરમિયાન ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા ખરીદીમાં 12 ટકાનો વધારો થયો છે, જ્યારે કોઈ એક મહિનામાં પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાના સ્તરની નજીક પહોંચી ગયો છે.

તહેવારોની સિઝનમાં ભારતીયોએ જોરદારી ખરીદી કરી

ગત તહેવારોની સિઝનમાં, ભારતીયોએ ક્રેડિટ કાર્ડ દ્વારા ઘણી ખરીદી કરી છે. બ્રોકરેજ હાઉસના અહેવાલ મુજબ, માસિક કાર્ડ ખર્ચ ઓક્ટોબરમાં પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડને વટાવીને રૂ. 1,01,200 કરોડ સુધી પહોંચ્યો હતો. અગાઉના મહિનાની સરખામણીમાં 26 ટકાનો વધારો થયો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ગત વર્ષના સમાન મહિનાની તુલનામાં 56 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આ આંકડો મહામારી પહેલા એટલે કે ઓક્ટોબર 2019ની સરખામણીમાં 19 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન, દરેક ક્રેડિટ કાર્ડ (Use of credit card) પરનો સરેરાશ ખર્ચ પણ વધ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ઓક્ટોબરમાં કાર્ડ દીઠ સરેરાશ માસિક ખર્ચ રૂ. 10,700 કરોડથી વધીને રૂ. 15,200 કરોડ થયો છે.

આ રકમ પણ મહામારી પહેલાના સ્તરથી ઉપર છે. આ સાથે દરેક ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ઓક્ટોબર દરમિયાન દરેક ક્રેડિટ કાર્ડ સાથે સરેરાશ 3.3 ટ્રાંજેક્શન થયા હતા. સપ્ટેમ્બરમાં આ આંકડો 2.8 અને માર્ચ 2021માં 3.1 હતો.

ICICI બેંક ક્રેડિટ કાર્ડના વિતરણમાં મોખરે

ક્રેડિટ કાર્ડની ખરીદીમાં વધારો થવાનું સૌથી મોટું કારણ લોકોને સરળતાથી મળી રહેતા કાર્ડ પણ છે. ઓક્ટોબર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ નવા ક્રેડિટ કાર્ડ મેળવ્યા છે. ઓક્ટોબરમાં બેંકિંગ સિસ્ટમમાં 13 લાખથી વધુ નવા ક્રેડિટ કાર્ડ ઉમેરવામાં આવ્યા છે. આરબીઆઈના ડેટા અનુસાર આ વધારા સાથે ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા 6.64 કરોડ થઈ ગઈ છે.

માસિક ધોરણે, તેણે છેલ્લા 14 મહિનામાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. ICICI બેંક કાર્ડ ઈશ્યુ કરવામાં મોખરે હતી જેણે ઓક્ટોબરમાં 2.78 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કર્યા હતા. HDFC બેંક 2.58 લાખ નવા કાર્ડ ઇશ્યુ કર્યા, એક્સિસ બેંક 2.20 લાખ નવા કાર્ડ સાથે બીજા ક્રમે, SBI કાર્ડ 1.84 લાખ નવા કાર્ડ સાથે ત્રીજા અને ચોથા સ્થાને RBL બેંક 1.51 લાખ નવા ગ્રાહકોને કાર્ડ્સ આપ્યા છે.

શા માટે ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદીમાં આવી તેજી ?

અહેવાલ મુજબ, આંકડાઓમાં આ ઉછાળો તહેવારોની સીઝનને કારણે હતો, જેમાં આર્થિક રિકવરી અને ક્રેડિટ કાર્ડના વધતા હિસ્સાએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. કોવિડ પછી બચત પર વધતા ભાર વચ્ચે, ભારતીયોએ પણ બેંકો તરફથી ક્રેડિટ કાર્ડ્સ પર કેશબેક અને No Cost EMI જેવી ઑફર્સને રિડીમ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું.

 

આ પણ વાંચો: Kisan Vikas Patra: ખેડૂતો માટે છે આ ખાસ યોજના, ઓછા સમયમાં પૈસા થઈ જશે ડબલ

આ પણ વાંચો: Rajkot: ધોરાજી પંથકમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી ન છોડતા ધરતીનો તાત ચિંતિત

Next Article