Digital India મિશનની સફળતાં દેશના દિગ્ગ્જ કારોબારીઓએ વર્ણવી, કેશ સામે QR નો વધીરહ્યો છે વ્યાપ

|

Nov 10, 2021 | 9:06 AM

આનંદ મહિન્દ્રા બાદ Paytm ના મેગા IPO ચાલી રહ્યો છે તેવા સમયે તેના CEO વિજય શેખર શર્માએ એક ફોટો શેર કર્યો છે જે દર્શાવે છે કે આજે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેવી રીતે પ્રચલિત છે.

Digital India મિશનની સફળતાં દેશના દિગ્ગ્જ કારોબારીઓએ વર્ણવી, કેશ સામે QR નો વધીરહ્યો છે વ્યાપ
Digital Payment

Follow us on

તાજેતરમાં ભારતના સૌથી જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી હતી જે દર્શાવે છે કે દેશ કેશલેસ અર્થતંત્રના કેન્દ્ર સરકારના વિઝનને સાકાર કરવા માટે કેટલું આગળ વધી રહ્યું છે. શનીવારે તેમણે ટ્વીટર પર શેર કરેલો વીડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમજઘણો ચર્ચામાં પણ છે. આ વીડીયો ભારતમાં ડીજીટલ પેમેન્ટની વધતી લોકપ્રિયતાને દર્શાવે છે. નાના માણસોથી લઈને ધાર્મિક પરંપરાઓમાં પણ સરળતા ખાતર ડીજીટલ ક્રાંતિ આગળ વધારવામાં આવ્યુ છે.

આનંદ મહિન્દ્રા બાદ Paytm ના મેગા IPO ચાલી રહ્યો છે તેવા સમયે તેના CEO વિજય શેખર શર્માએ એક ફોટો શેર કર્યો છે જે દર્શાવે છે કે આજે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેવી રીતે પ્રચલિત છે. શર્માએ એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતાની તસવીર રી-ટ્વીટ કરી જે ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે. ફોટોમાં payment QR કોડ સ્ટીકરો સાથે ફૂડ સેલરે તેના ફૂડ કાર્ટમાં ચોંટાડેલું બતાવવામાં આવ્યું છે. આ દૃશ્ય જે આજે સામાન્ય લાગતું હશે પરંતુ થોડા વર્ષો પહેલા આશ્ચર્યજનક હતું.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

 

 

Paytm IPO લાંબા સમયથી અપેક્ષિત હતું જે ₹18,300 કરોડનું ભંડોળ એકત્રિત કરવા સબસ્ક્રિપ્શન માટે ખુલ્યું છે. Paytm નો IPO દેશના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટો IPO કે છે જેણે કોલ ઈન્ડિયા લિમિટેડના રેકોર્ડને તોડ્યો હતો, કોલ ઇન્ડિયાએ એક દાયકા અગાઉ ₹15,000 કરોડ એકત્ર કર્યા હતા.

ડીજીટલ પેમેન્ટ એપ 2016 ના નોટબંધી પછી પ્રચલિત નામ બની ગયું હતું. જે સમયે પીએમ મોદીએ ₹ 500 અને ₹ 1,000 ની નોટો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની જાહેરાત કરી ત્યાર પછી 86% રોકડ અમાન્ય થઈ ગઈ હતી. તે સમયે ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનમાં મોટો વધારો થયો હતો કારણ કે મોટાભાગના લોકો પાસે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અથવા Paytm જેવા ડિજિટલ વૉલેટનો ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

શનિવારે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ એક વિડિયો શેર કર્યો જે “large-scale conversion to digital payments in India” ને સમાવે છે. વિડિયોમાં એક પ્રાણી આકર્ષક કપડામાં સજ્જ દેખાય છે સંભવ છે કોઈ પ્રકારની ઉજવણીના સરઘસ માટે તૈયાર કરાયું છે. જો કે જે ધ્યાન ખેંચે છે તે પ્રાણીના કપાળ પર ચોંટેલું QR કોડ સાથેનું સ્ટીકર છે. વીડિયોમાં એક વ્યક્તિ ડિજિટલ પેમેન્ટ પૂર્ણ કરવા માટે તેના ફોન પર કોડ સ્કેન કરી રહ્યો છે.

“શું તમને ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં મોટા પાયે રૂપાંતરણના કોઈ વધુ પુરાવાની જરૂર છે?!” ક્લિપ શેર કરતી વખતે આનંદ મહિન્દ્રાએ પૂછ્યું હતું…

 

આ પણ વાંચો :  સરકારી કર્મચારીઓ માટે અગત્યના સમાચાર : કેન્દ્ર સરકારે DA માં 9% નો કર્યો વધારો! જાણો ક્યા કર્મચારીઓને મળશે લાભ

 

આ પણ વાંચો : કર્મચારીઓ માટે ખુશખબર : મોદી સરકાર પેન્શન વધારવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર

Published On - 9:03 am, Wed, 10 November 21

Next Article