LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર

|

Aug 12, 2021 | 7:32 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) બિલ પસાર કરવાની દરખાસ્ત કરી અને ગૃહએ ટૂંકી ચર્ચા બાદ તેને મંજૂરી આપી હતી. આ દરમિયાન વિપક્ષના ઘણા સભ્યો આસન નજીક ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સમાચાર સાંભળો
LIC IPO નો રસ્તો સરળ બન્યો, સંસદના બંને ગૃહે વીમા સુધારા બિલને લીલી ઝંડી દેખાડી ,જાણો વિગતવાર
LIC IPO

Follow us on

ભારતીય જીવન વીમા નિગમના ખાનગીકરણ(LIC Privatisation)નો માર્ગ સરળ થઈ ગયો છે. LIC સહિત જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ(PSU Insurance Companies)માં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારવા માટે રાજ્યસભા(Rajya Sabha)માં રજૂ કરાયેલ સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારો બિલ, 2021, એક સૂરમાં પસાર કરવામાં આવ્યો હતો.

જો કે કેટલાક વિપક્ષી દળોએ બિલ પસાર કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે બિલને ગૃહની પ્રવર સમિતિને મોકલવાની માગણી પણ કરી હતી પરંતુ ગૃહે તેમની વિનંતીને ફગાવી દીધી હતી. લોકસભા પહેલાથી જ આ બિલ પસાર કરી ચૂક્યું છે.

બિલ પાસ થવાથી ક્યાં ફાયદા થશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) બિલ પસાર કરવાની દરખાસ્ત કરી અને ગૃહએ ટૂંકી ચર્ચા બાદ તેને મંજૂરી આપી હતી. આ દરમિયાન વિપક્ષના ઘણા સભ્યો આસન નજીક ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બિલ દ્વારા જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ (રાષ્ટ્રીયકરણ) અધિનિયમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ અધિનિયમ 1972 માં અમલમાં આવ્યું હતું. આમાં, સામાન્ય વીમા (General Insurance) વ્યવસાયના વિકાસ દ્વારા અર્થવ્યવસ્થાની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવા માટે ભારતીય વીમા કંપનીઓના શેર અને અન્ય હાલની વીમા કંપનીઓના ઉપક્રમોના હસ્તાંતરણ અને સ્થાનાંતરણને મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બિલના ઉદ્દેશો અને તેને લાવવાના કારણો શું છે?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) LIC નો IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ બિલ પસાર થવાથી તેના માટે રસ્તો સરળ થઈ ગયો છે. બિલના ઉદ્દેશો અને કારણો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓમાં ખાનગી ભાગીદારી વધારવા, વીમાની એક્સેસ વધારવા, સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને પોલિસીધારકોના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરવા અને અર્થતંત્રના ઝડપી વિકાસમાં યોગદાન આપવાનું છે. આ માટે કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવો જરૂરી બન્યો હતો. તદનુસાર, સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021 લાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :  Franklin Templeton MF ના રોકાણકારો માટે રાહતના સમાચાર! કંપનીએ બંધ પડેલી 6 સ્કીમના 21,000 કરોડ રૂપિયા પરત કર્યા

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

 

Next Article